(સંવાદદાતા દ્વારા) તા.ર૭
કોડીનાર તાલુકાના માઢવડ ગામે પ્રેમીએ ભાગી જવાનું કહેતા પ્રેમિકાએ ભાગવાની ના પાડતાં પ્રેમીએ પ્રેમિકાને સળગાવી જાનથી મારી નાંખવાની કોશિશ કર્યાની ફરિયાદ કોડીનાર પોલીસમાં નોંધાઈ છે.
આ અંગેની વિગત મુજબ કોડીનાર તાલુકાના માઢવડ ગામની યુવતી હર્ષિતાબેન ગુલાબભાઈ કાલકી ઉ.વ.ર૦ની ગામના જ યુવાન અક્ષય ઉકાભાઈ ભીલ સાથે છેલ્લા ત્રણેક વર્ષથી પ્રેમ સંબંધ હોય અક્ષય અવાર-નવાર લગ્ન કરવાનું કહેતો હોય અને અક્ષયની સગાઈ પણ થઈ ચૂકી હોવાથી હર્ષિતા લગ્ન કરવાની ના પાડતી હોય અક્ષયે હર્ષિતાની એકલતાનો લાભ લઈ તેના ઘરે જઈ તેની સાથે ભાગી જવાનું કહેતા હર્ષિતાએ ભાગવાની ના પાડતા અક્ષયે ઉશ્કેરાઈ જઈ ઘરમાં રહેલ કેરોસીન હર્ષિતાબેન ઉપર રેડી દિવાસળી ચાંપી દઈ જાનથી મારી નાંખવાની કોશિશ કર્યાની ફરિયાદ હર્ષિતાબેને દવાખાનના બિછાનેથી નોંધાવતા કોડીનાર પોલીસે કલમ ૩૦૭ મુજબ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ આરોપી અક્ષયની ધરપકડ કરી રિમાન્ડની માંગ સાથે કોડીનાર કોર્ટમાં રજૂ કરેલ છે.