(એજન્સી) કાશ્મીર, તા.ર૦
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ગુરૂવારની સાવારે વાદળ ફાટતાં આકસ્મિક બાઢ આવતા રાષ્ટ્રીય રાજમાર્ગોથી નજીક તમામ વિસ્તારો પાણીમાં ડૂબી ગયા. બાઢને કારણે અધોધ ઘર ડૂબી ગયા, જેમાં છ લોકો મૃત્યુ પામ્યા હતા. તથા ૧૧ લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યાનુસાર હાલ ૧૧ લોકોને સહીસલામત બહાર કાઢી લેવામાં આવ્યા છે તથા હજી પણ અંદર લોકો ફસાયાની શંકા છે. અત્યારસુધી પાંચ મહિલાઓ સહિત છ લોકો મૃત્યુ પામ્યા છે, પાણીમાંથી તેમના શબ કાઢવામાં આવ્યા છે. ૧૧ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃત્યુ પામનાર ચાર મહિલાઓ એક જ પરિવારની છે, દેવરાજની ૪૦ વર્ષીય પત્ની નારૂદેવી તેમની પુત્રીઓ સપના દેવી (૧૪), પ્રિયા (૭) અને પુત્ર રાહુલ (૯)ના શબ કાઢી લેવામાં આવ્યા હતા, તથા ૪પ વર્ષીય યતના દેવી અને ૧પ વર્ષીય શ્રિષ્ઠા દેવીની ઓળખ થઈ હતી. હાલ સમગ્ર વિસ્તારમાં વીજળી પણ નથી.