જમ્મુ-કાશ્મીરના શહીદ પોલીસકર્મીની દીકરીનાં શિક્ષણ માટે ગૌતમ ગંભીર મદદ કરશે

નવી દિલ્હી, તા. ૫
ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે મંગળવારે જમ્મુ-કાશ્મીરની પાંચ વર્ષની ઝોહરાના શિક્ષણની જવાબદારી લેવાની જાહેરાત કરી હતી. ઝોહરાના પોલીસકર્મી પિતા ગત મહિને આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયા હતા. એએસઆઇ અબ્દુલ રશીદ અનંતનાગમાં ટ્રાફિક કંટ્રોલ કરવાની ફરજ બજાવી રહ્યા હતા તે દરમિયાન આતંકવાદીઓના ગોળીબારમાં તેઓશહીદ થયા હતા. ટિ્‌વટ્‌સની ભાવુક હારમાળા વચ્ચે ગૌતમ ગંભીરે લખ્યંુ હતું કે, તે ઝોહરાના આખા જીવનના શિક્ષણ માટે મદદ કરશે. ગૌતમ ગંભીરે ટિ્‌વટમાં લખ્યું હતું કે, ‘ઝોહરા હું તારી ઊંઘ લાવવામાં મદદ કરી શકતો નથી પરંતુ તારા સપના પુરા કરવા ઉઠાડવામાં જરૂરથી મદદ કરી શકું છંું. હું તારા જીવનભરના ભણતર માટે મદદ કરીશ.’
ઉલ્લેખનીય છે કે, પિતાના કોફિન પાસે બરાડા પાડીને રડતી ઝોહરાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. ગંભીરે ટિ્‌વટ કરી હતી કે, ઝોહરા મહેરબાની કરીને તારા આંસુ જમીન પર ન પાડીશ, મને આશંકા છે કે, આ ધરતી પણ તારૂ દુઃખ સમજી શકે છે. તારા શહીદ પિતા એએસઆઇ અબ્દુલ રશીદને સલામ’ ગૌતમ ગંભીરના મેનેજર દિનેશ ચોપરાએ જણાવ્યું હતું કે, ગૌતમ ગંભીર ફાઉન્ડેશન ઝોહરાના તમામ ઉચ્ચ શિક્ષણ માટે મદદ કરશે. ચોપરાએ જણાવ્યું હતું કે, ગૌતમ ઝોહરાના આખા જીવનના શિક્ષણ માટે મદદ કરશે. તેમણે એણ પણ જણાવ્યું હતું કે, ગંભીર તેને મળવાની તૈયારી કરી રહ્યો છે. આ ગૌતમ માટે ફોટોમાં આવવાની તક નથી. આ કોઇનું ભવિષ્ય બનાવવાની તક છે અને આવી કરૂણાંતિકામાંથી પસાર થઇ રહેલી બાળકી માટે પ્રાર્થના કરવાની જરૂર છે. જમ્મુ-કાશ્મીરના ડીજી એસપી વૈદ્યે ગૌતમ ગંભીરના નિર્ણયને આવકારી જણાવ્યુ હતું કે, આ કરૂણાંતિકાને કારણે આખરે લોકો મદદ માટે વળ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks