(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વિપક્ષોને ભાજપ સામે હાથ મિલાવવા આહ્વાન કરી કહ્યું છે કે જો વિપક્ષો એકતા સાથે ચૂંટણી લડશે તો ભાજપ દેશમાં કોઈ જગ્યાએ જોવા નહીં મળે. તેઓ જેડીયુ નેતા શરદ યાદવના વિરાસત બચાવો સંમેલનમાં બોલી રહ્યા હતા. જેમાં સપા, રાજદ, ડાબેરીઓ સામેલ હતા.
રાહુલ ગાંધીએ કહ્યું કે એક વ્યક્તિ એમ કહે છે કે આ દેશ મારો છે. બીજા એમ કહે છે કે હું દેશનો છું. જે અમારો અને સંઘ વચ્ચેનો ફરક છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વિપક્ષો વેરવિખેર હતા તેથી ર૦૧૪માં ભાજપે બંફર જીત મેળવી. નીતિશકુમારે ગઠબંધનના ધર્મનો ભંગ કરી ભાજપ સાથે સરકાર બનાવી. તેથી શરદ યાદવે તેનો વિરોધ કર્યો. મોદીજી વારંવાર ખોટું બોલે છે અને હવાઈ યોજનાઓ રજૂ કરે છે.
તેમણે કહ્યું કે મોદીજી સ્વચ્છ ભારતની વાત કરે છે અમે સચ ભારતની વાત કરીએ છીએ. આરએસએસ દેશના બંધારણનો નાશ કરવા માગે છે. તેનાથી ચેતવું જરૂરી છે. શરદ યાદવને બિનસાંપ્રદાયિક માર્ગ પસંદ કરવા બદલ આઝાદે અભિનંદન આપ્યા હતા. જદયુનું બિહારમાં શાસન અમે લાંબા સમય સુધી જોવા માગતા નથી.
ડાબેરી નેતા યેચુરી અને ડી. રાજા પણ બેઠકમાં હાજર હતા. આરએસએસએ ભાજપનો હાથ છે જે બંધારણને તોડવા માગે છે.