જો લાલુએ ભાજપ સાથે સમાધાન કર્યું હોત તો તેમની સાથે રાજા હરિશ્ચદ્ર જેવો વ્યવહાર થયો હોત : તેજસ્વી યાદવ

(ેએજન્સી) પટણા, તા. ૬
ભાજપ પર નિશાન સાધતાં લાલુના પુત્ર તેજસ્વી યાદવે કહ્યું કે જો લાલુએ ભાજપ સાથે સમાધાન કર્યું હોત તો તેમની સાથે રાજા હરિચંદ્ર જેવો વ્યવહાર થયો હોત. પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે જો તેઓ ભાજપમાં જોડાઈ ગયાં હોત તેમની સાથે રાજા હરિચંદ્ર જેવો વ્યવહાર કરવામાં આવ્યો હોત. પિતાની સજા પર બોલતાં તેજસ્વી યાદવે કહ્યું કે જામીન માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે. મીડિયાને સંબોધિત કરતાં તેજસ્વીએ મોદી સરકાર તથા રાજ્યની નીતિશ સરકાર પર ષડયંત્રનો આક્ષેપ કર્યો. તેમણે કહ્યું કે લાલુપ્રસાદને ફસાવવા માટે મોદી સરકાર તથા નીતિશ સરકારે કાવતરૂ કર્યું છે.સજાની જાહેરાત બાદ તેજસ્વી યાદવે કહ્યું કે અમને ન્યાયતંત્રમાં પુરો વિશ્વાસ છે અને તેમને જામીન મળશે તેવો પૂરો ભરોસો છે.ઉલ્લેખનીય છે કે ઘાસચારા કૌભાંડમાં આ બીજો ચુકાદો છે. તેમાં રાજદ અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવને સાડા ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તેજસ્વી યાદવે ટ્‌વીટ કરીને ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે અને લાલુના જામીન પર ઉપલી કોર્ટમાં દ્વાર ખખડાવાવમાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks