જો મારે બીફ ખાવું હશે તો હું ખાઈશ : યોગી અને સિદ્ધારમૈયા વચ્ચે શાબ્દિક જંગ જારી

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
ઉ.પ્ર.ના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને કર્ણાટકના સિદ્ધારમૈયા વચ્ચે શાબ્દિક યુદ્ધ જારી છે. ઉ.પ્ર.ના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને નિશાન બનાવતા કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ લોકોની ખાનપાનની આદતોની ટીકા કરવાના યોગીના અધિકાર સામે સવાલ ઊઠાવ્યો હતો. કર્ણાટકના મુખ્ય પ્રધાને ટિ્‌વટ કરીને જણાવ્યું હતું કે, મેં ગાયોની સંભાળ લીધી છે અને હું તેમને ઘાસચારો પણ ખવડાઉં છું અને મેં ગોબર પણ સાફ કર્યું છે. યોગી આદિત્યનાથ મારી ટીકા કરવા માટે કયો નૈતિક અધિકાર ધરાવે છે ? શું તેમણે ગાયોની ક્યારેય સેવા કરી છે ? તેમણે જણાવ્યું હતું કે યોગી આદિત્યનાથ કયા આધારે લોકોની ખાનપાનની આદતો સામે સવાલ ઉઠાવે છે. હિન્દુ ધર્મમાં ઘણા લોકો બીફ (ગૌમાંસ) ખાય છે અને મારે જો ખાવું હશે તો હું પણ ખાઈશ. પરંતુ મને બીફ પસંદ નથી તેથી હું ખાતો નથી. તેઓ આ પ્રશ્ન પૂછનાર કોણ છે ? એવું કર્ણાટકના મુખ્ય પ્રધાને બીજા એક ટિ્‌વટમાં જણાવ્યું હતું. રાજ્યની યોગી આદિત્યનાથની વર્તમાન મુલાકાત દરમિયાન સિદ્ધારમૈયાએ ટિ્‌વટ કર્યું હતું કે, હું યોગી આદિત્યનાથ અમારા રાજ્યમાં આવકારું છું. તમે અમારી પાસેથી ઘણું શીખી શકો છો. તમે જ્યારે આવો ત્યારે અહીં ઈન્ડિયા કેન્ટિન અને રેશનની દુકાનની મુલાકાત અવશ્ય લેશો. તે ભૂખમરાને કારણે થતાં મૃૃત્યુ નિવારવામાં મદદરૂપ રહેશે. અગાઉના એક ટિ્‌વટમાં સિદ્ધારમૈયાએ સૂચવ્યું હતું કે, આદિત્યનાથે આ રાજ્યમાં જંગલ રાજનો અંત લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. યોગી આદિત્યનાથ ભાજપના વડપણ હેઠળ પરિવર્તન યાત્રામાં ભાગ લેનાર છે. ભાજપના વડા અમિત શાહે યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks