(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૧
ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ કહ્યું કે જો કોઈ મેેડિકલ બોર્ડ એવું પ્રમાણપત્ર આપે કે જે તે વ્યક્તિની બીમારી અસાધ્ય છે અને તેને કોઈ પણ સંજોગોમાં બદલી શકાય તેમ નથી તો જ મેડિકલ સુવિધાઓ પરત ખેંચી લઈને ઈચ્છામોતની કોઈ વ્યક્તિની અરજીને મંજૂરી આપી શકાય. સુપ્રીમની ખંડપીઠે કહ્યું કે જીવંત વસિયત ખરડા માટેની ગાઈડલાઈન્સ ઘડી કાઢવામાં આવશે. પાંચ સભ્યોની બંધારણીય ખંડપીઠેની આગેવાની કરનાર ચીફ જસ્ટીસે કોઈ વ્યક્તિનું જીવંત વસિયત અને મેડિકલ સેવા પાછી ખેંચીને ઈચ્છામોત ક્યારે અમલી બને તે ચર્ચામાં ભાગ લેતા આવું જણાવ્યું હતું. બેન્ચે કહ્યું કે જીવંત વસિયત ખરડા માટેની ગાઈડલાઈન્સ ઘડી કાઢવામાં આવશે. ઈચ્છામોત અને જીવંત વસિયતના અભિગમને કાનૂની કરવા માટે એનજીઓ ઈન્ડીપેન્ડન્ટ થોટની એક અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે આવું કહ્યું હતું. ચીફ જસ્ટીશ મિશ્રાએ અવલોકન કરતાં કહ્યું કે કોઈ મેજિસ્ટ્રેટ દ્વારા એડવાન્સ આદેશ આપી શકાય. જીવંત વીલ કરનાર વ્યક્તિની માનસિક હાલત તંદુરસ્ત છે કે નહીં તે બાબતની ચકાસણી મેજિસ્ટ્રેટ કરવાની હોય છે. જસ્ટીસ એકે સિકરીએ કહ્યું કે જો કોઈ મેેડિકલ બોર્ડ એવું પ્રમાણપત્ર આપે કે જે તે વ્યક્તિની બીમારી અસાધ્ય છે અને તેને કોઈ પણ સંજોગોમાં બદલી શકાય તેમ નથી તો જ મેડિકલ સુવિધાઓ પરત ખેંચી લઈને ઈચ્છામોતની કોઈ વ્યક્તિની અરજીને મંજૂરી આપી શકાય.જસ્ટીસ સિકરીએ આગળ કહ્યું કે જો કોઈ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે અને તે કોમામાં જતો રહે છે. હોસ્પિટલ મેડિકલ બોર્ડને તેની જાણ કરે છે જે એવો નિષ્પક્ષ અભિપ્રાય આપે છે કે જે તે વ્યક્તિની સ્થિતિ અસાધ્ય બની છે. આધુનિક ટેકનોલોજીને આધારે મેડિકલ બોર્ડ દ્વારા આવો નિર્ણય લેવામાં આવતો હોય છે. જસ્ટીસ એએમ ખાનવિલકર, ડીવાય ચંદ્રચુડ અને અશોક ભૂષણને સમાવતી ખંડપીઠે એવું સૂચન કર્યું કે દરેક જિલ્લામાં એક મેડિકલ બોર્ડનું ગઠન કરવામા આવે અને બોર્ડનો નિર્ણય અંતિમ હોય અને અગ્રિમ આદેશ બોર્ડના નિર્ણયને અધીન હોય. જીવંત વસિયતનામું ક્યારે અમલી બને તે અંગે જસ્ટીસ ચંદ્રચુડે બે પ્રકારના પરીક્ષણનુ સૂચન કર્યું. એક કે જ્યારે કોઈ દર્દીની મેડિકલ સ્થિતિ અસાધ્ય બની હોય અને જ્યારે બીજું દુખ અને પીડાના ભોગે તે વ્યક્તિનું જીવન ચાલુ રહેતું હોય. ચીફ જસ્ટીશે કહ્યું કે જીવંત વસિયત સંબંધિત વિવાદમાં કોર્ટને સાંકળવાથી ફક્ત વિલંબ થશે. કોર્ટમાં સરકારનું પ્રતિનિધિત્વ કરનાર એડિશનલ સોલિસિટર જનરલ પીએસ નરસિંહાએ કહ્યું કે અગ્રિમ આદેશને કાનૂની કરવાથી બંધારણની કલમ ૨૧ માં રક્ષિત આર્ટિકલ હેઠળ જીવનના અધિકારની માંડવળ થશે.