જો પુરાવાઓ હોય તો જય શાહના કારોબારની તપાસ થવી જોઈએ RSS નેતા દત્તાત્રેય હોસબોલે

(એજન્સી ભોપાલ, તા. ૧૨
ભાજપ અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહની કંપની પર લાગેલા આક્ષેપ બાદ પહેલી વાર સંઘની પ્રતિક્રિયા સામે આવી છે. આરએસએસ નેતા દત્તાત્રેય હોસબોલે એવું જણાવ્યું કે જો પુરાવાઓ હોય તો જય શાહના કારોબારની તપાસ થવી જોઈએ. સંઘના સંયુક્ત મહાસચિવ દત્તાત્રેય હોસબોલેએ ભોપાલમાં સંઘની રાષ્ટ્રીય વિચાર-વિમર્શ બેઠક દરમિયાન પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે જો જય શાહની સામે કરવામાં આવેલા આક્ષેપો સાચા હોય અને પુરાવાઓ હોય તો તેમના બિઝનેશનની તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું કે જો જય શાહની સામે પ્રાથમિક પુરાવાઓ હોય તો તપાસ શરૂ થવી જોઈએ. તેમણે કહ્યું, જો કોઈની પણ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ હોય તો તપાસ થવી જોઈએ. પરંતુ ભ્રષ્ટાચારના પ્રાથમિક પુરાવાઓ હોવા જોઈએ. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેમને જય શાહની સામે ભ્રષ્ટાચારનો કેસ હોવાનું લાગી રહ્યું છે તે સવાલના જવાબમાં તેમણે કહ્યું કે જે લોકોએ તેમની સામે આક્ષેપો કર્યાં છે તેમણે તે પુરવાર કરવાના છે. હોસબોલેની ટીપ્પણી સૂચવે છે કે આ મુદ્દે આરએસએસની સ્થિતિ ભાજપ કરતાં જુદી છે. તેમનું આ બયાન એવે સમયે આવ્યું છે કે જ્યારે આ મુદ્દે કોંગ્રેસ સહિતના વિપક્ષો મોદી સરકાર અને અમિત શાહની સામે પસ્તાળ પાડી રહ્યાં છે. હમેંશા ભ્રષ્ટાચારની વિરૂદ્ધમાં આકરા પગલાં ભરવાની વાત કરનાર સંઘે વિપક્ષોના આક્ષેપોના જવાબમાં આવું વલણ અપનાવ્યું છે. આંતરિક સૂત્રોના જણાવ્યાનુસાર આરએસએસ ભાજપને ઓછું નુકશાન વેઠવું પડે તે માટેની સંભવિત રણનીતિ ઘડી કાઢવાનો પ્રયાસ કરી રહી છે. આ મુદ્દે વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે હજુ સુધી કંઈ કહ્યું નથી. ગુજરાત અને હિમાચલની આગામી વિધાનસભાની ચૂંટણી માટે સંઘ પરિવાર સંખ્યાબંધ એવા મુદ્દાઓ સાથે કામ પાર પાડી રહી છે જે ભાજપ માટે અપશુકનીયાળ સાબિત થશે. તાજેતરમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે નાના અને મધ્યમ વેપારીઓ માટે હાડમારીનું સર્જન કરનાર મોદી સરકારને નિશાન બનાવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks