જો ટ્‌વેન્ટી-ર૦ પણ જીતશે તો ટીમ ઈન્ડિયા ઈતિહાસ સર્જશે

નવી દિલ્હી, તા.પ
ત્રણ ટેસ્ટ, પાંચ વન-ડે કુલ આઠ મેચ આઠ જીત, ભારતીય ટીમ આ પ્રવાસમાં અંતિમ મેચ ટ્‌વેન્ટી-ર૦માં પણ જો શ્રીલંકાને હરાવી દેશે તો સતત નવમી જીત મેળવી એવો વ્હાઈટવોશ કરી દેશે. જે ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં કયારેય થયો નથી. ભારતીય ટીમમાં શિખર ધવનની ગેરહાજરીમાં લોકેશ રાહુલનું પુનરાગમન લગભગ નક્કી છે. રાહુલના નામે ટ્‌વેન્ટી-ર૦ ફોર્મેટમાં સદી છે સાથે જ પ૬ની શાનદાર સરેરાશ પણ છે આવામાં રહાણે એકવાર ફરી ટીમની બહાર થઈ શકે છે અંતિમ વન-ડેની ટીમ જોઈએ તો અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યા પણ સામેલ થઈ શકે છે પણ તેમ છતાં ટ્‌વેન્ટી-ર૦ ફોર્મેટમાં જીતની કોઈ ગેરન્ટી નથી શ્રીલંકા આ એક ફોર્મેટમાં જ આ વર્ષે સારું પ્રદર્શન કરી શકયું છે. દ.આફ્રિકાને ઓસ્ટ્રેલિયાને ત્રણ મેચોની સિરીઝમાં હરાવી ચૂક્યું છે. જ્યારે બાંગ્લાદેશ સાથે બે મેચોની સિરીઝ ડ્રો રમી છે.

 

ટ્‌વેન્ટી-ર૦ મેચ માટે શ્રીલંકાએ નવી ટીમ ઉતારી
કોલંબો, તા.પ
શ્રીલંકાએ ભારત વિરૂદ્ધ આવતીકાલે રમાનારી એકમાત્ર ટ્‌વેન્ટી-ર૦ મેચ માટે નવી ૧પ સભ્યોની ટીમની પસંદગી કરી છે જેમાં ગત મહિને પસંદ કરાયેલી ટીમની તુલનામાં ૬ ફેરફાર કરવામાં આવ્યા છે શ્રીલંકા ક્રિકેટ વન-ડે શ્રેણી પહેલાં ૧પ ઓગસ્ટે ટ્‌વેન્ટી-ર૦ ટીમ જાહેર કરી હતી પણ વન-ડે સિરીઝમાં પ-૦ના વ્હાઈટવોશ બાદ બોર્ડના મેચના બે દિવસ પહેલાં નવી ટીમની પસંદગી કરી છે. જેમાં જૂની ટીમના ફક્ત આઠ ખેલાડીઓને સ્થાન મળ્યું છે. ટીમ : થરંગા (કપ્તાન) શ્રી વર્ધને, તિષારા પરેરા, મેથ્યુઝ, મલિંગા, ડિકવેલા, હસારંગા, ધનંજય, મુનાવીરા, શનાકા, વાંડરસે, ઉદાના, લકમલ, પ્રસન્ના, સંજય.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks