જોડિયાના હડિયાણાની સીમમાં ધમકી આપી સગીરા પર બળાત્કાર

જામનગર, તા.રર
જોડિયાના હડિયાણાની સીમમાં આશરે છ માસ પૂર્વે એક સગીરાને ધમકી આપી બળાત્કાર ગુજારી ગર્ભ રાખી દીધાનો બનાવ બહાર આવ્યો છે. જાણવા મળતી વિગત મુજબ મૂળ છોટાઉદેપુરની અને હાલ જોડિયાના હડિયાણા સીમમાં રહેતી ૧૭ વર્ષની સગીરાને આશરે છ માસ પૂર્વે હડિયાણા સીમમાં હરસિંગ રાઠવા નામના શખ્સે બળજબરીથી સગીરા પર અવારનવાર શરીર સંબંધ બાંધી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ છ માસનો ગર્ભ રાખી દઇ ગુનો કર્યો હતો. તા.૧૦/૮/૧૭થી છ માસ પૂર્વે હડિયાણા સીમમાં બનેલા આ બનાવની વિગતો જોડિયા પોલીસમાં જાહેર થઇ હતી. ભોગ બનનાર સગીરા તેના વતન ચાલી ગઇ હોય અને ત્યાં પરિવારને આ સંબંધે વાત કરી હતી આથી છોટાઉદેપુર ખાતે ઝીરો નંબરથી ફરિયાદ લેવામાં આવી હતી અને અહી જોડિયા ફરિયાદ ટ્રાન્સફર કરવામાં આવી હતી. ભોગ બનનાર દ્વારા જોડિયા પોલીસ સ્ટેશન ખાતે છોટાઉદેપુરના કોલી ગામના હરસિંગ તેરસિંગ રાઠવાની વિરૂદ્ધ આઇપીસી કલમ-૩૭૬, ૫૦૬ (ર) અને પોસ્કો મુજબ ફરિયાદ દાખલ થતાં આગળની તપાસ ધ્રોલ સીપીઆઇ આર.એમ.રબારી તથા સ્ટાફ દ્વારા ચલાવવામાં આવી રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks