(એજન્સી) નવી દિલ્હી, તા.૨૦
સુપ્રીમ કોર્ટ કોલેજિયમે દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ જજ ગીતા મિત્તલને જમ્મુ-કાશ્મીરના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવા ભલામણ કરી છે. જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશનો હોદ્દો ૧પમી માર્ચ ર૦૧૮ની ખાલી છે. મુખ્ય ન્યાયાધીશ બી.ડી. અહમદની નિવૃત્તિ પછી નિમણૂક કરાઈ નથી. જજ ગીતા મિત્તલ દિલ્હી હાઈકોર્ટંના સૌથી વરિષ્ઠ જજ છે. એપ્રિલ ર૦૧૭થી એ દિલ્હી હાઈકોર્ટમાં કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે ફરજ બજાવી રહ્યા છે. બધા પાસાઓનો વિચાર કર્યા પછી કોલેજિયમે જજ ગીતા મિત્તલને આ હોદ્દા માટે યોગ્ય હોવાનું ઠરાવ્યું હતું અને ઠરાવ પસાર કરી એમની નિમણૂકની ભલામણ કરી છે. જજ ગીતા મિત્તલની ભલામણ કરતા કોલેજિયમેએ હકીકત ધ્યાનમાં લીધી હતી કે, હાલમાં દિલ્હી હાઈકોર્ટ દ્વારા એક જ મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરાઈ છે.
Facebook
0
Twitter
0