જજ કે.એમ.જોસેફને સુપ્રીમ કોર્ટમાં નિમણૂક આપવી જોઈએ, સુપ્રીમ કોર્ટના કોલેજિયમે ફરીથી કહ્યું

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૦
પોતાની વાતથી વળગી રહેતા આજે સુપ્રીમ કોર્ટે કોલેજિયમે પુર્નચ્ચાર કર્યો કે, જજ કે.એમ. જોસેફને સુપ્રીમ કોર્ટમાં નિમણૂક આપવી જોઈએ. એમણે કેન્દ્ર સરકારને ભલામણ કરી કે, ઉત્તરાખંડના મુખ્ય ન્યાયાધીશ કે.એમ. જોસેફને સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિમણૂક આપવી જોઈએ. એપ્રિલ મહિનામાં કેન્દ્ર સરકારે જજ કે.એમ. જોસેફની ભલામણ નકારી હતી. ૧૧મી મેએ મળેલ કોલેજિયમની મીટિંગમાં સૈદ્ધાંતિક રીતે સ્વીકાર કરાયું હતું કે, જજ કે.એમ. જોસેફ માટે ફરીથી ભલામણ કેન્દ્રને મોકલવી. જો કે, ૧૬મીએ મળેલ મીટિંગમાં આ બાબતનું નિર્ણય મોકૂફ રખાયું હતું તે વખતે કારણ એ આપ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના અન્ય જજો માટે પણ ભલામણો મોકલવાની છે જેથી બધી સાથે મોકલીશું. કેન્દ્ર સરકારે જજ કે.એમ. જોસેફની ભલામણને કોલેજિયમ તરફ પરત મોકલી પુર્નવિચાર કરવા જણાવ્યું હતું. કેન્દ્ર સરકારે અન્ય રાજ્યોના પ્રતિનિધિત્વનો મુદ્દો ઊભો કર્યો હતો. કેન્દ્ર સરકારે કે.એમ. જોસેફની વરિષ્ઠતા બાબત પણ પ્રશ્ન કર્યો હતો. સરકાર નામો પાછા મોકલે છે. એમાં નવી વાત નથી પણ સુપ્રીમ કોર્ટમાં જજની નિમણૂક માટે નામ પાછું મોકલતી નથી. ર૦૧૬ના વર્ષમાં સરકારે કોલેજિયમને હાઈકોર્ટ માટે ભલામણ કરાયેલ ૪૩ નામો પુર્નવિચાર કરવા પાછા મોકલ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks