Gujarat

જૂનાગઢના મજેવડી દરવાજા અને મધુરમ વિસ્તારમાં જુગાર અંગે દરોડા

જૂનાગઢ, તા.૮
જૂનાગઢના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે જૂનાગઢના મજેવડી દરવાજા નજીક જાહેરમાં જુગાર રમતા શબીરભાઈ નાથાભઈ સુમરા, હનીફભાઈ અલ્લારખાભાઈ હાલા, મકસૂદભાઈ મહંમદભાઈ શેખ, અનીલભાઈ હરજીવનભાઈ ધનેશ, જાવેદભાઈ કાસમભાઈ સુમરા, જુસબ કારો કાસમભાઈ ચોપડા વગેરેને કુલ રૂા.૬૪૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરૂદ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે બીજા બનાવમાં જૂનાગઢના મધુરમ વિસ્તારમાં જુગાર અંગેની ચોક્કસ બાતમી મળતા સી-ડિવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.એમ. કટારા અને સ્ટાફે જુગાર અંગે દરોડો પાડતાં મધુરમ સનસિટી-રની પાછળ ભગવતીનગર જાહેરમાં રોડ ઉપર જુગાર રમતા ભરતભાઈ હીમતલાલ ટાંક, અનિલભાઈ ચંદુભાઈ બગધરિયા, ભાણજીભાઈ છગનભાઈ ભરડા, અશોકભાઈ મનસુખભાઈ અગ્રાવત, કાળાભાઈ નાગજીભાઈ જેઠવા, માધાભાઈ ડાયાભાઈ ચાવડા, બાબુભાઈ ડાયાભાઈ ચાવડા, લાભુબેન ભરતભાઈ ટાંક, કાંતાબેન માધાભાઈ ચાવડા, જયાબેન બાબુભાઈ વાઢેર વગેરેને જુગાર રમતા કુલ રૂા.૩૦,૯૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    CrimeGujarat

    કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

    મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
    Read more
    CrimeGujarat

    વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

    વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.