અમદાવાદ,તા.૨૮
શ્રાવણ મહિનાની શરૂઆત પહેલા જ શહેરમાં શ્રાવણીયા જુગારીઓ સામે આવ્યા છે. રામોલમાં મહાકાળી માતાના મંદિરમાંથી ૭ ભુવાઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાયા છે. શહેરની પોલીસ ઝોન-૫ની સ્ક્વોડને સુત્રો દ્વારા માહિતી મળતા તક્ષશિલા સ્કૂલ પાસે આવેલા મહાકાળી મંદિરમાં રેડ પાડી હતી. મંદિરના નામે પવિત્ર જગ્યામાં ગોરખધંધા કરતા ૭ ભુવાઓને પોલીસે પકડી પાડ્યા છે. ઘર કે ફેક્ટરીઓમાં જુગાર રમતા પકડાયાના કેસ જોયા હશે પણ મંદિરમાં જ જુગાર રમતા હોવાનો આ અનોખો કેસ છે. ધર્મના નામે ગોરખધંધો કરતા આ ભુવાઓ પાસેથી મળેલી રોકડ રકમ સહિતનો મદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે. આ સાથે રામોલ પોલીસે સાતેય ભુવાની ધરપકડ કરી છે.
Facebook
0
Twitter
0