જૂનાગઢ એ, બી અને સી ડિવિઝન પોલીસ જુગારધામો ઉપર ત્રાટકી

જૂનાગઢ, તા.૬
જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના એમ.સી.ચુડાસમા અને સ્ટાફે બાતમીના આધારે જૂનાગઢના પ્રદિપ ખાડીયામાં કમલેશ ઉર્ફે મચ્છર સુરેશભાઈ સોલંકીના રહેણાંક મકાનમાં જુગાર અંગે રેઈડ પાડતા કમલેશ ઉર્ફે મચ્છર સુરેશભાઈ સોલંકી, રોહિતભાઈ કનુભાઈ મકવાણા, આમીરખાન હાસમખાન પઠાણ, ભરતભાઈ મુળુભાઈ ખરા, મેહુલભાઈ કાન્તીભાઈ પરમાર, હરીશભાઈ વેજાભાઈ ખરા, જયેશભાઈ નરશીભાઈ ચોરવાડા વગેરેને જુગાર રમતા રોકડ રૂા.પ૩૦૦, મોબાઈલ-૪ રૂા.૪પ૦૦ સહિત કુલ રૂા.૯૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગારધારા અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અન્ય એક દરોડામાં બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના જાદવ શરમણભાઈ અને સ્ટાફે બાતમીના આધારે જુગાર અંગે દરોડો પાડતા જુગાર રમતા દિલીપભાઈ રતીલાલ સોઢા, રતીલાલ લખુભાઈ સોઢા, ચેતન કમલેશભાઈ સોલંકી, જ્યંતિભાઈ હીરાભાઈ સોલંકીને રૂા.પ૭૩૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેના વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફે બાતમીના આધારે જૂનાગઢના મધુરમ વિસ્તારના અશોકનગર-ર વંથલી હાઈવે ઉપર શિવમ પાર્ક સોસાયટીના નાકા પાસેથી રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા ભરતભાઈ રામભાઈ ભારાઈ, રવીભાઈ રજાભાઈ દયાતર, ગીતાબેન મહેન્દ્રભાઈ વીશાવડીયા, પ્રભાબેન જીવરાજભાઈ દેવળીયા, લાભુબેન ધીરૂભાઈ બકરાણીયા, ગીતાબેન ઉર્ફે રીટા ઈશ્વરભાઈ ગઢવી તથા જયાબેન રાજાભાઈ દયાતર સહિતના જુગાર રમતા રૂા.૭૩૧૦ સાથે ઝડપી લઈ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ સી-ડિવિઝન પોલીસ સ્ટેશનના યુ.એમ.વેગડા ચલાવી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks