જૂનાગઢ બી અને સી ડિવિઝન પોલીસ જુગારધામો ઉપર ત્રાટક્તાં ફફડાટ

જૂનાગઢ, તા. ૯
જૂનાગઢ સી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.કે. વાઘેલા અને સ્ટાફે મધુરમ બાયપાસ રોડ મારાપીરની મંદિરવાળી ગલીમાં નિધી પેલેસ બ્લોક નં. બી-ર૦૧માં યોગેશ ચંદુલાલ રૂપારેલિયા બહારથી માણસો બોલાવી અને જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે પોલીસે જુગાર ધામ અંગે દરોડો પાડતાં યોગેશ ચંદુલાલ રૂપારેલિયા, હિરાલાલ જમનાદાસ ઝાલાવાડિયા, કાર્તિકભાઈ કિશોરભાઈ વસવેલિયા, તુષારભાઈ, જયસુખભાઈ સાગઠિયા, નિરવભાઈ કમલેશભાઈ પટેલ, રફીકભાઈ હસનભાઈ, નીતાબેન ફાન-૧૧ મળી કુલ રૂા. ૪૧,૯૩૦ની રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂદ્ધ જુગારધારા કલમ ૪,પ અંતર્ગત કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ સી-ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ યુ.એમ.વેગડા ચલાવી રહ્યાં છે. જ્યારે બીજા બનાવમાં જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોબેશ્નલ પીએસઆઈ કે.કે.મારૂ અને સ્ટાફે આઘેડનગર વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં રામદેવભાઈ વિરમભાઈ ભુતિયા, ભીમાભાઈ નબાભાઈ ઓડેદરા, અર્જુનભાઈ બળંવતભાઈ ઠાકોર, ધર્મેશભાઈ દેવાભાઈ પરમાર, કૌશિકભાઈ સુરેશભાઈ ઠાકર વગેરેને રૂા. ૧૩,૬૦૦ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks