બોડેલીમાં વેપારી મંડળના પ્રમુખના ઘરે ચાલતા જુગારધામ ઉપર પોલીસ ત્રાટકી

બોડેલી, તા.૩૦
બોડેલીના વેપારી મંડળના પ્રમુખના ઘરે ચાલતા જુગારધામ પર બોડેલી પોલીસે દરોડા પાડતા પાંચ ઈસમ ઝડપાયા હતા. જ્યારે એક ઈસમ ભાગી ગયો હતો. દરોડામાં કુલ ૧,રર,૭૬૦/- રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બોડેલી સોમનાથ સોસાયટીમાં રહેતા બોડેલી વેપારી મંડળના પ્રમુખ જનકભાઈ નવીનભાઈ શાહના ઘરે જુગાર રમતો હોવાની બોડેલી પોલીસને બાતમી મળતા પોલીસે જનકભાઈના ઘરે દરોડા પાડતા છ ઈસમ પીન્ટુભાઈ બચુચાઈ બારિયા (રહે.અલીખેરવા તા.બોડેલી, કાલીદાસભાઈ પ્રભુભાઈ બારિયા (રહે.અલીપુરા તા.બોડેલી), રવિભાઈ નરેન્દ્રભાઈ પટેલ (રહે.અલીપુરા તા.બોડેલી), રાજેશભાઈ પ્રવિણકુમાર જયસ્વાલ (રહે.જાંબુઘોડા તા.જાંબુઘોડા), વિનોદભાઈ નટુભાઈ બારિયા (રહે.અલીખેરવા તા.બોડેલી) આ પાંચ ઈસમો પતાપાના જુગાર રમતા પોલીસના હાથે લાગ્યા હતા. જ્યારે છઠ્ઠો ઈસમ અને ઘર માલિક જનકભાઈ નવીનભાઈ શાહ પોલીસ જોઈ ઘરના પાછળના દરવાજેથી ભાગી ગયો હતો. આ દરોડામાં જુગાર રમી રોકડા ૧૯,૭૬૦/- તથા વેગેનાર કાર, મોબાઈલ નંગ-ર મળી કુલ ૧,રર,૭૬૦/- રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks