લપકામણ ગામે ખેતરમાં જુગાર રમતાં ૧૫ જુગારી પકડાયા

અમદાવાદ,તા.૨૦
અમદાવાદ જિલ્લાના લપકામણ ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસની પાછળના ખુલ્લા ખેતરમાં જુગાર રમતા પિતા-પુત્ર સહિત ૧પ શખ્સને અમદાવાદ ગ્રામ્ય આરઆર સેલની ટીમે ધરપકડ કરી છે. પોલીસે આરોપી જુગારીઓ પાસેથી રોકડ રૂ. ૩.૦૮ લાખ અને ૧૮ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ખુલ્લા ખેતરમાંથી જુગાર રમતાં ૧૫ જણાં પકડાવાના કારણે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદ ગ્રામ્ય આરઆર સેલની ટીમના અધિકારીઓને બાતમી મળી હતી કે, લપકામણ ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસની પાછળના ખુલ્લા ખેતરમાં કેટલાક શખ્સ જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે અમદાવાદ ગ્રામ્ય આરઆર સેલ અને બોપલ પોલીસની ટીમે સંયુકત રીતે ખેતરમાં દરોડો પાડ્‌યો હતો. પોલીસ આવતાંની સાથે જ જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી, જોકે પોલીસે તમામ લોકોને ઝડપી લીધા હતા. પોલીસે ૧પ જુગારીઓને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ સહિત રૂ. ૩.૬૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી દિલીપ પટેલ બહારથી જુગારીઓને બોલાવીને જુગાર રમાડતો હતો. પોલીસે તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks