સુરતમાં ત્રણ સ્થળેથી રપ શકુનિઓની ધરપકડ : ૩.પ૦ લાખની મતા કબજે

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૯
શહેરના જુદા જુદા વિસ્તારોમાં જુગારીઓ બિન્દાસપણે હાર- જીતનો જુગાર રમી રહ્યા છે. ગતરોજ પણ ત્રણ વિસ્તારોમાં પોલીસે દરોડા પાડતાં જુગારધામો પર સન્નાટો ફેલાઇ જવા પામ્યો હતો. આ બનાવમાં ૨૫ જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ સાડા ત્રણ લાસથી વધુની મતા કબ્જે કરવામાં આવી હતી. સરથાણા ગામે પટેલ ફળિયામાં છગનભાઇ ઝીણાભાઇના મકાનમાં પહેલા માળે જુગાર રમતા નવ જુગારીઓની પોલીસે ધરપકડ કરી હતી. સ્થળ પરથી બાઇક નંગ – ૨ જેની કિંમત રૂા. ૪૫ હજાર તથા લાઇટબીલ જુગારના સાધન સામાગ્રી મળી કુલ્લે રૂા. ૮૫થી વધુની મતા કબ્જે કરી હતી. જ્યારે બજી બનાવમાં લીંબાયતમાં બ્રધ્ધ સોસાયટી પ્લોટ નં. ૩૪, ૩૫ના મકાનમાં બીજા માળે હાર – જીતનો જુગાર રમતા બાર જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી। સ્થળ પરથી કુલ્લે ૩પથી વધુ ની મતા તથા મોબાઇલ નંગ ૧૧ જેની કુલ્લે રૂા. ૨૬,૪૦૦ તથા મોટર સાયકલના કુલ્લે રૂા.૧,૮૬,૦૦૦ મળી જુગાર રમતા નવ જુઘારીઓની પોલીસે ધરપકડ કરી હતી. સ્થળ પરથી બાઇક નંગ – ૨ જેની કિંમત રૂા. ૪૫,૦૦૦ તથા લાઇટબીલ જુગારના સાધન સામગ્રી મળી કુલ્લે રૂા. ૮૫,૬૨૦ની મતા કબ્જે કરી હતી. જ્યારે ત્રીજા બનાવમાં અમરોલીમાં અંબિકા નગર સોસાયટીમાં જુગાર રમતાં ચાર જુગારીઓની પોલીસે ધરપકડ કરી હતી. સ્થળ પરથી અંગજડતીના કુલ્લે રોકડા રૂા. ૩૨૬૦ તથા મોબાઇલ ફોન ૩૩,૫૦૦ જે સાથે મળી કુલ રૂા. ૪૬,૧૮૦ની મતા કબ્જે કરી હોવાનું જાણવા મળે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks