ઘોઘાના મોરચંદ ગામે ૧૭ જુગારી ૪.૬૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

ભાવનગર, તા.૩૧
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોરચંદ ગામની સીમમાં આવેલી વાડીમાં આવેલા મકાનમાં ચંદ્રસિંહ ગોહિલ પોતાના વાડીના મકાનમાં જુગારધામ ચલાવતા હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે રેડ પાડી જુગાર રમતા મુકેશ ભગતભાઈ, કમલેશ બાબુ, જીતેન્દ્ર વાઘુભા, કિશોર ભૂપત, આશિષ રણજીત, રામજી જીવણ બારૈયા, મહેન્દ્ર રઘુભા, કિશોર-વેલજી, અરવિંદ હકા, જયપાલ મજબૂતસિંહ, વિનુ ગોગુભા, વિપુલ જીતુ, હનુ મનુ, વજુ તખુભા સહિતના ૧૭ જેટલા શખ્સોને રોકડા રૂા.૩,૦૮,૩૫૦, ર૦ મોબાઈલ રૂપિયા ૪૧,૫૦૦ તેમજ ૬ બાઈકો મળી કુલ રૂપિયા ૪,૬૯,૮૫૦નો મુદ્દામાલ કબજે લઈ તમામ આરોપીઓ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts