જૂનાગઢમાં વૃદ્ધને લીફ્ટ આપી થેલામાંથી રૂા. ૬પ,૯ર૮ સેરવી લીધા

જૂનાગઢ, તા. ૩૦
જૂનાગઢમાં બનેલા એક બનાવમાં એક ફોરવ્હીલમાં પાંચ અજાણ્યા શખ્સો આવ્યા હતા. તેઓએ એક વૃદ્ધને ગાડીમાં બેસાડી તેની નજર ચૂકવી થેલીમાંથી રૂા. ૬પ,૯ર૮ની રોકડ રકમ સેરવી લીધાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.
આ બનાવ અંગે બુધીલાલ ઉર્ફે કમલેશભાઈ મગનલાલ કાનાબાર (ઉ.વ.૬૦, રહે. જૂનાગઢ, થાણાં રોડ, નંદકિશોર એપાર્ટમેન્ટ)એ પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી છે કે, ગતકાલે સાંજે ગાંધી ચોકથી જયશ્રી રોડ થઈ કાળવા ચોકના નવા પૂલ સુધીમાં બનાવ બન્યો હતો. જેમાં ફરિયાદી રિક્ષાની રાહ જોઈને રોડ પાસે ઉભા હતા ત્યારે એક અજાણી ફોરવ્હીલ નં. ૩૩રરમાં પાંચ અજાણ્યા માણસો બેઠા હતા. આ ફોરવ્હીલ વૃદ્ધ પાસે આવી અને વૃદ્ધને ગાડીમાં બેસાડી તેમજ ફરિયાદીની નજર ચૂકવી ફરિયાદીના થેલામાંથી રોકડ રૂા. ૬પ,૯ર૮ સેરવી લીધા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે પાંચ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરેલ છે આ બનાવની વધુ તપાસ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.બી. ચૌહાણ ચલાવી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks