Gujarat

બિલખામાં કડક પોલીસ અધિકારી મૂકવા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસની માગ

જૂનાગઢ,તા.૩
જૂનાગઢ તાલુકાનાં બીલખા ગામે રહેતા ટોબેકોની દુકાન ધરાવતા અલ્પેશ જસમતભાઈ રામોલિયા (ઉ.વ.૩૦)ની બસ સ્ટેન્ડ પાસે આવેલ જલાનાથ કોમ્પ્લેક્ષમાં ખોડિયાર ટોબેકો નામની દુકાન આવેલી છે. ત્યાં દીન દહાડે ખંડણી માંગવાના ઈરાદે આવેલ અસામાજિક તત્ત્વએ નિર્દોષ પાટીદાર વેપારી યુવાનને માથામાં લોખંડનો પાઈપ મારીને હત્યા નીપજાવેલ છે. જેનાં કારણે બીલખા ગામમાં સન્નાટો ફેલાઈ ગયેલ છે. વિસાવદરનાં ધારાસભ્ય અને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ રીબડિયાએ તે સમગ્ર ઘટનાને સખત શબ્દોમાં વખોડેલ છે અને પોલીસે હત્યાની ઘટના બાદ ર૪ કલાકમાં જિલ્લા પોલીસ અધિક્ષક નિલેશભાઈ ઝાંઝડિયાએ બીલખા ગામે રૂબરૂ આવીને આરોપીઓને પકડવાની ખાત્રી આપતા આરોપીઓને ર૪ કલાકમાં જિલ્લા પોલીસ અધિક્ષક નિલેશભાઈ ઝાંઝડિયાના માર્ગદર્શન નીચે પોલીસે પકડીને કડક કાર્યવાહી કરેલ છે તે પોલીસની સરહાનીય કામગીરીને વિસાવદરનાં ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયાએ તેમજ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી વી.ટી.સીડાએ બીરદાવેલ છે. વધુમાં વિસાવદરનાં ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા અને જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી વી.ટી.સીડાએ જૂનાગઢ જિલ્લા અધિક મેજીસ્ટ્રેટને એક આવેદનપત્ર આપીને એવી માંગણી કરેલ છે કે બીલખામાં છાશવારે બનતી આવી ઘટનાઓને કારણે વેપારીઓ અને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયેલ છે. જેનાં કારણે ત્યાંથી નિર્દોધ વેપારીઓ અને ભયત્રસ્ત લોકો પોતાના ધંધા રોજગાર અને મકાન મિલકતને છોડીને સ્થાળાંતર ન કરે તે પહેલાં તાત્કાલીક બીલખામાં કડક પોલીસ અધિકારી મુકવા અને ફરીવાર આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેની તકેદારી રાખવા તેવું વિસાવદરનાં ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા અને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી વી.ટી.સીડાએ અધિક મેજીસ્ટ્રેટશ્રીને આવેદનપત્ર પાઠવેલ છે. તેવું જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય દ્વારા અખબારી યાદીમાં જણાવેલ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.