જૂનાગઢ જિલ્લા સહિત માર્કેટયાર્ડોમાંથી ગરીબ કલ્યાણ મેળાનું સ્થળ હટાવવા માગણી

વિસાવદર, તા.૧૨
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢ જિલ્લામાં તા.૧ર-૧૦-૧૭, ૧૩-૧૦-૧૭, ૧૪-૧૦-૧૭ના રોજ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલ છે તેમાં એક મેળાનું સ્થળ જૂનાગઢ જિલ્લાનું માર્કેટયાર્ડ-દોલતપરા ખાતે રાખવામાં આવેલ છે. તે માર્કેટયાર્ડનું સ્થળ માત્રને માત્ર ખેડૂતોની ખેતીની જમીનની જળસનો સ્ટોક સુરક્ષા સાથે સચવાઈ રહે તે માટેનું સ્થળ છે. નહી કે રાજ્ય સરકારના કોઈ બિનજરૂરી અર્થ વિનાના તાયફાઓ માટેનું.
જે ગરીબ કલ્યાણ મેળાનું સ્થળ માર્કેટયાર્ડમાં રાખવાના કારણે એકબાજુ રાજ્ય સરકારનું હવામાનખાતુ વરસાદની આગાહી કરે છે ત્યારે બીજી બાજુ માર્કેટયાર્ડમાં ધાણા, મગફળી વગેરે ખેડૂતોની આજીવિકા સમાન કિંમતી જળસ યાર્ડમાં પડેલી છે તેને નાછુટકે પોતાના સ્વખર્ચે ગુણીએ રૂા.૩૦/- ભાડુ ચડાવીને સ્થળ ફેરફાર કરવાની કાર્યવાહી ચાલુ કરાય છે. ત્યારે જો વરસાદ આવશે તેના કારણે ખેડૂતોની જળસ પલળી જશે તો તેની નુકસાનીમાં જવાબદાર કોણ ? તેટલુ જ નહી વેપારીઓ અને ખેડૂતોને તે જળસની બોરીઓની હેરફેર માટે બોરીએ રૂા.૩૦/- સરકારની કસુરના કારણે નુકસાની વેઠવી પડે છે. તે નુકસાનીમાં જવાબદાર કોણ ? શું સરકાર તેમને વળતર આપશે ? તો તાત્કાલિક જૂનાગઢ જિલ્લા સહિત જ્યાં-જ્યાં માર્કેટયાર્ડોમાં આવા ગરીબ કલ્યાણ મેળાના આયોજન કરેલ છે તે કેન્સલ કરવા.
વધુમાં આવા ગરીબ કલ્યાણ મેળાઓ કરીને રાજ્યની ભાજપ સરકાર દ્વારા ગરીબોની ક્રૂર મજાક કરાવાઈ રહી છે આવા ગરીબ કલ્યાણ મેળાથી ગરીબોની માનહાનિ થાય છે. પોતાના પક્ષની વાહવાહ માટે આવા તાયફાઓના માધ્યમથી ગરીબોની ઈજ્જતને હાનિ પહોંચે તેવુ કૃત્યુ કરવું તેવું સરકારનું પગલુ સદંતર ગેરકાયદેસર અને ગેરવ્યાજબી છે. વિશેષમાં ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી જે કિટ વિતરણ થાય છે તે રાજ્યની ભાજપ સરકારનું માત્રને માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનું એક માધ્યમ છે. આ ગરીબ કલ્યાણ મેળામાં જે કિટ વિતરણ થાય છે તે હલકી ગુણવત્તા અને એકદમ નબળી ક્વોલિટીનો માલસામાન હોય છે તેનાથી લાભાર્થીને કોઈ જ લાભ થવાનો નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks