જૂનાગઢમાં આજે ભાજપના કાળા કકળાટને ભગાવવા માટેનો કાર્યક્રમ

જૂનાગઢ, તા.૧૭
જૂનાગઢ શહેરમાં દિવાળીની ઉજવણીમાં કાળી ચૌદશના દિવસે ભારતીય મહિલાઓ દ્વારા કકળાટ કાઢવાની વર્ષો પુરાણી પ્રથા છે. જેના સંદર્ભમાં ગુજરાત ભાજપનો ગુજરાતમાંથી કકળાટ કાઢવા જૂનાગઢ મહિલા કોંગ્રેસે ખાસ કાર્યક્રમ યોજ્યો છે. જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ એકમે શુભને આવકાર અને અશુભને જાકારો આપવાનો કાર્યક્રમ યોજ્યો છે જેમાં આવતીકાલે કાળી ચૌદશ હોય. કોંગ્રેસ મહિલા એકમ સમગ્ર શહેર, રાજ્ય અને દેશમાંથી ભાજપના કાળા કકળાટને ભગાવવા માટેનો કાર્યક્રમ યોજશે અને તેમ કરીને અશુભ કકળાટ કરાવનાર તત્ત્વોને સમગ્ર દેશમાંથી કાયમી તિલાંજલી મળે તેવો નવતર કાર્યક્રમ યોજવાની જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસે જાહેરાત કરી છે. જેને સમાજના તમામ વર્ગમાંથી ખાસ કરીને મહિલા વર્ગમાંથી ભારે આવકાર મળી રહ્યો છે. કારણ કે વર્તમાન ભાજપના રાજમાં વેપારીઓ, મહિલાઓ, યુવાનો, નોકરિયાત વર્ગ તમામ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે આ કકળાટને દૂર કરવા માટે કાળી ચૌદશના દિવસે ખાસ કાર્યક્રમ યોજીને અશુભ તત્ત્વો (ભાજપ) દૂર થાય તેવી કકળાટ કાઢીને પ્રાર્થના કરવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks