જૂનાગઢમાં નિવૃત્ત પેન્શનરોના ઉપવાસ આંદોલનનો પ્રારંભ : એકની તબિયત લથડી

જૂનાગઢ, તા.૧૪
એસટી વિભાગમાં ફરજ બજાવ્યાં બાદ નિવૃત્ત થયેલા કર્મચારીઓને મામુલી પેન્શન આપવાના પ્રશ્ને તેમજ નિવૃત્ત કર્મચારીઓને અનેકવાર રજૂઆતો છતાં યોગ્ય ન્યાય આપવામાં નહીં આવતા આખરે ગઈકાલથી નિવૃત્ત પેન્શનરોએ આંદોલનનું રણશીંગું ફૂક્યું છે. મધુર સોશિયલ ગ્રુપના નેજા હેઠળ આજે ઉપવાસ આંદોલનનો બીજો દિવસ છે તેમાં એક ઉપવાસીની તબિયત લથડતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવેલ છે. રાજ્યમાં એસટી નિવૃત્ત કર્મચારીઓને સામાન્ય પેન્શન આપવામાં આવી રહ્યું છે. આ અંગે એસટીના નિવૃત્ત કર્મચારીઓએ અનેક વખત રજૂઆતો કરી છે અને આ રેલી યોજી છે. પરંતુ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવતો નથી. રાજ્યનાં નિવૃત્ત કર્મચારીઓને મામુલી પેન્શન મળતા રોષ ફેલાયો છે. જૂનાગઢમાં સોમવારે મધુર સોશ્યલ ગ્રુપના નેજા હેઠળ એસટીના નિવૃત્ત કર્મચારીઓએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. આમરણાંત ઉપવાસમાં એસટીના નિવૃત્ત કર્મચારી દેવસીભાઈ પાલાભાઈ, દેવજીભાઈ દરશનભાઈ, નાથાલાલ વિરજીભાઈ, હુસેનભાઈ નમાશીભાઈ, પાલાભાઈ નથુભાઈ વાળા જોડાયા છે. દરમિયાન આજે ઉપવાસના બીજા દિવસે નાથાલાલભાઈ વીરજીભાઈ પરમાર (ઉ.વ.૬૩) નામના ઉપવાસીને આજે છાવણીમાં ચક્કર આવતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે. એસટી વિભાગના નિવૃત્ત કર્મચારીઓના પેન્શન પ્રશ્ને જ્યાં સુધી કોઈ ઉકેલ નહીં આવે ત્યાં સુધી લડત આપવાનો મક્કમ નિર્ધાર મધુર સોશિયલ ગ્રુપના પ્રમુખ સલીમ ગુજરાતીએ વ્યક્ત કર્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks