Gujarat

જૂનાગઢના ખડિયા નજીક પેટ્રોલ છાંટી દૂધના ટેન્કરને સળગાવવાનો પ્રયાસ

(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૩૦
જૂનાગઢ તાલુકાના ખડિયા નજીક દૂધના એક ટેન્કરને પેટ્રોલ નાખી સળગાવી નાખવાના પ્રયાસનો બનાવ બનવા પામેલ છે આ અંગે રાજકોટના નવા ગામના બે શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અંગે પોલીસે આપેલી વિગત અનુસાર રાજકોટના કોઠારિયા મેઈન રોડ રણુજા મંદિરથી આગળ ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં રહેતા ભોજાભાઈ હામાભાઈ સાંબડએ પોલીસમાં ગોવિંદ ભગાભાઈ કટારા તેમજ વીરમ ભગાભાઈ કટારા (રહે. બન્ને રાજકોટ, નવાગામ)વાળા વિરૂદ્ધ એવી ફરિયાદ નોંધાવી છે કે આ કામના આરોપીઓનું અગાઉ દૂધ ઉત્પાદન સહકારી મંડળી બીએમસીમાં દૂધની હેરાફેરીમાં ટેન્કર ચાલુ હતું જેમના ત્રણ મહિનાનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ જતા આ કામના સાહેદ વલ્લભભાઈ સવસીભાઈ સાંબડ (રહે.રાજકોટ)એ દૂધ ઉત્પાદન સહકારી મંડળી બીએમસીમાં દૂધની હેરાફેરીનો તા.૧૭-૯-૧૭થી તા.૧પ-૩-૧૮ સુધીનો કોન્ટ્રાક્ટ મળેલ અને તેમના ટેન્કરમાં ફરિયાદી ક્લિનર તરીકે હોય જે વાતનું આરોપીઓએ મનદુઃખ રાખી ટેન્કર નંબર જીજે ૦૩ બીવી-૩૯પ૪ રૂા.૧૪,૦૦૦૦૦ને રોકાવી ફરિયાદી તથા ટેન્કરના ડ્રાઈવર અને સાહેદને બિભત્સ શબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ પોતાની પાસે રહેલ કેનમાંથી પેટ્રોલ જેવું પ્રવાહી ટેન્કરમાં છાંટી તેમાં બેઠેલા ફરિયાદી તથા સાહેદોને મારી નાખવાના ઈરાદે ટેન્કરને સળગાવી આગ લગાડી દઈ ગુનો કરવા અંગે આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરેલ છે. વધુ તપાસ જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ આર.એલ.રાઠોડ ચલાવી રહ્યા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.