જૂનાગઢમાં સાત સ્થળોએ જુગાર અંગે દરોડામાં ચાર મહિલા સહિત ૪૮ ઝડપાયા : ર.પ૧ લાખનો મુદ્દામાલ કબજે

જૂનાગઢ, તા.ર૮
જૂનાગઢ શહેરમાં ગઈકાલે પોલીસે ચોક્કસ બાતમીના આધારે જુગાર અંગે દરોડો પાડતાં ચાર મહિલા સહિત આઠને ઝડપી લેવામાં આવેલ છે. જૂનાગઢમાં જુગારધામ ઉપર કાર્યવાહીના આદેશને પગલે એલસીબી પીઆઈ રાઠોડ સહિતના સ્ટાફે માંગનાથ વિસ્તારમાં આવેલા અંબાઈ ફળિયામાં એક રહેણાંક મકાનમાં રેડ પાડી હતી અને કિશન અરવિંદ સોની સાથે ચાર મહિલા સહિત આઠને ઝડપી લીધા હતા. તમામ પાસેથી રૂા.૯પ,૭૦૦ રોકડ અને ૯ મોબાઈલ, ર બાઈક સહિત કુલ રૂા.૧.૬ર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બાદમાં વધુ તપાસ માટે તમામને એ-ડિવિઝન પોલીસ સ્ટેશન હવાલે કર્યા હતા.
બીજા બનાવમાં જૂનાગઢ અને સોરઠના વિવિધ વિસ્તારોમાં પોલીસે જુગાર અંગે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ વિકાસ દિનેશભાઈ અને સ્ટાફે દોલતપરા નજીક જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતા મનુભાઈ બાલુભાઈ સહિત પાંચ વ્યક્તિઓને રૂા.૭૬૬૦ની રોકડ, ૪ મોબાઈલ વગેરે મળી કુલ રૂા.૯૬૬૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
ત્રીજા બનાવમાં માણાવદરના પીએસઆઈ એચ.પી.પાલીયા અને સ્ટાફે ઝીંઝરી ગામે જુગાર અંગે દરોડો પાડતાં કારાભાઈ ખેંગારભાઈ સહિત આઠને રૂા.ર૮૧૪૦ની રોકડ મતા સાથે ઝડપી લઈ તેમનાં વિરૂદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ચોથા બનાવમાં વિસાવદર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી.એમ.વ્યાસ અને સ્ટાફે ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે નાની મોણપરી ગામે જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા પ્રદીપભાઈ વલ્લભભાઈ પીપળીયા સહિત ૩ને રૂા.૧૬પ૦૦ની રોકડ, ૪ મોબાઈલ વગેરે મળી કુલ રૂા.ર૧૦૦૦ની માલમતા સાથે ઝડપી લીધેલ છે જ્યારે નાસી છૂટેલા ૬ શખ્સોને ઝડપી લેવા ચક્રોગતિમાન કરેલ છે.
પાંચમા બનાવમાં વંથલી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી.એસ.બાબરીયા અને સ્ટાફે ગઈકાલે વંથલીના કણજડી ગામે જુગાર અંગે દરોડો પાડતાં રમેશભાઈ રામાભાઈ છુંછર સહિત ૧૦ વ્યક્તિઓને રૂા.૧૪૧ર૦ની રોકડ સથે ઝડપી લઈ તેમના વિરૂદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
છઠ્ઠા બનાવમાં માણાવદર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.આર.પરમાર અને સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે જુગાર અંગે દરોડા પાડતા મિલન સાદુરભાઈ ડાભી સહિત પાંચને રૂા.૭પ૬૦ની રોકડ, ૬ મોબાઈલ વગેરે મળી કુલ રૂા.૧પ૦૬૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે જ્યારે એક શખ્સ નાસી છૂટતાં તેના વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
સાતમા બનાવમાં માણાવદરના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.ડી.સોલંકી અને સ્ટાફે સણોસરા ગામે જુગાર અંગે દરોડા પાડતા રમેશભાઈ રાજેશભાઈ ડાભી સહિત ૯ વ્યક્તિઓને રૂા.૯૩ર૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમના વિરૂદ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks