(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.ર૮
જૂનાગઢ શહેરમાં ઐતિહાસિક ઈમારતો કે જે નવાબી શાસનકાળના ઐતિહાસિક સમયની યાદ આપનારી આ ઈમારતોને રિનોવેશનની કામગીરી દ્વારા ઝળહળતી બનાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે અને જેને પગલે જૂનાગઢ શહેરનાં પ્રવેશદ્વારસમા મજેવડી દરવાજાની રિનોવેશનની કામગીરી પૂર્ણ થઈ છે. નવાબી શાસન સમયના વિવિધ દરવાજાઓ પૈકી મજેવડી દરવાજો અને રેલવે સ્ટેશન પાસે સરદાર પટેલ દરવાજો જેને નવાબી શાસનમાં રે’ ગેઈટ તરીકે ઓળખાતો હતો ત્યારે આ મજેવડી દરવાજાને રૂપરંગથી સજાવટ કરી છે અને તેના લોકાર્પણની કાર્યવાહીનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે. જ્યારે રેલવે સ્ટેશન દરવાજાને રિનોવેશન કરવાની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે. મજેવડી દરવાજાના નવીનીકરણ માટે સંભવતઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લોકાર્પણ થાય તેવા નિર્દેશો મળી રહ્યા છે.
Facebook
0
Twitter
0