જસ્ટિસ જોસેફે સરકારને કહ્યું : કેસોનું ભારણ ઘટાડવા માટે બે અઠવાડિયામાં જજોની નિમણૂક કરો

(એજન્સી) તા.ર૮
સુપ્રીમકોર્ટના વરિષ્ઠ જજ કુરિયન જોસેફે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે, તે જજોની નિમણૂકમાં વિલંબ ન કરે અને કોલેજિયમની નિમણૂક અંગેની ભલામણોનું યોગ્ય સમયમાં અમલ કરે. એક કોન્ફરન્સમાં બોલતા જસ્ટિસ જોસેફે કહ્યુું હતું કે, હું ફકત મારું અવલોકન જણાવું છું જ્યાં સુધી હાઈકોર્ટમાં નિમણૂકની વાત છે જ્યારે હાઈકોર્ટ કોઈ નિમણૂક માટે વિનંતી મોકલે અથવા હાઈકોર્ટ કોલેજિયમ કોઈ જજની નિમણૂક બહાર પાડે તેમાં ત્રણ મહિના કરતાં વધારે સમય ન થવો જોઈએ. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, અને જ્યાં સુધી સુપ્રીમકોર્ટમાં નિમણૂકનો પ્રશ્ન છે તો ત્યાં એવા જજોની નિમણૂક થાય છે જે દેશમાં ઘણા લાંબા સમયથી ફરજ બજાવતા હોય. આથી ત્યાં નિમણૂકમાં બે અઠવાડિયા કરતાં વધારે સમય ન લાગવો જોઈએ. સુપ્રીમકોર્ટ અને હાઈકોર્ટના જજોની વય-નિવૃત્તિ વિશે તેમણે કહ્યું હતું કે, મારું સરકારને સૂચન છે કે હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટના જજોની વય-નિવૃત્તિ સરખી હોવી જોઈએ અને તે ૭૦ વર્ષ હોવી જોઈએ. જ્યાં સુધી જજોના અનુભવનો પ્રશ્ન છે ત્યાં સુધી આ વર્ષો ઘણા સક્ષમ હોય છે અને ૭૦ વર્ષની ઉંમર સુધી અમે તેનો ઉપયોગ કરી શકીએ છીએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks