નવી દિલ્હી,તા.૯
જસ્ટિસ લોયા કેસ મામલે સુપ્રીમ કોર્ટે પુનર્વિચાર કરતી અરજી પર ચુકાદો અનામત રાખ્યો છે. અરજીમાં વકીલ ઈન્દિરા જયસિંહ દ્વારા લખવામાં આવેલી તીખી ટિપ્પણીને હટાવવાની માગ કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર સરકારે પુનર્વિચાર કરતી અરજી અંગે સુનાવણી થવાથી ફરીવાર વિવાદ થવાની આશંકા વ્યક્ત કરી હતી. અગાઉ સુપ્રીમ કોર્ટે જસ્ટિસ લોયા કેસ મામલે સ્વતંત્ર તપાસ કરતી અરજીને ફગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે, સ્વતંત્ર તપાસ માટે કરવામાં આવેલી અરજીમાં કોઈ તથ્ય નથી. ૨૦૦૫માં જસ્ટિસ લોયા ગુજરાતમાં સોહરાબુદ્દીન શેખ કથિત એન્કાઇઉન્ટર મામલે સુનાવણી કરી રહ્યા હતા. ડિસેમ્બર ૨૦૧૪ના રોજ જસ્ટિસ લોયાનું નાગપુરમાં મોત થયું હતું. જસ્ટિલ લોયાના મોતને સંદિગ્ધ માનવામાં આવતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
Facebook
0
Twitter
0