બદનામીથી ડરીને ભાજપ હવે મ.પ્ર.ની ચૂંટણીઓ પૂર્વે જૂઠાણાંંનો સહારો લઇ રહ્યો છે

(એજન્સી) તા.૧૯
મ.પ્ર.ના મુખ્યપ્રધાન શિવરાજસિહ ચૌહાણ સહિત ભાજપના અગ્રણી નેતાઓ દ્વારા ફેલાવવામાં આવતી ખોટી માહિતી અને જૂઠાણાંનો મુકાબલો કરવા પોલ ખોલ યાત્રા શરુ કરવાનો નિર્ણય કર્યો છે. વિધાનસભાની આગામી ચૂંટણીમાં મતદારોનું સમર્થન મેળવવા અંગે જેમને હવે વિશ્વાસ નથી એવા ભાજપના પ્રમુખ અમિત શાહ અને મ.પ્ર.ના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે મહાકાલના આશીર્વાદ મેળવ્યા છે. બંને નેતાઓએ મહાકાલના મંદિરમાં વ્યાપક પૂજા કરી હતી. પાછળથી અમિત શાહે ચૌહાણની આશીર્વાદ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. શિવરાજસિહ ચૌહાણે પોતાના પત્ની સાધનાસિંહ સાથે ભગવાન શિવ પર અભિષેક કર્યો હતો. યાત્રા દરમિયાન તેઓ વિધાનસભાની તમામ ૨૩૦ બેઠકોના મતક્ષેત્રોની મુલાકાત લેવા માગે છે. ચૌહાણે જ્યારે મહાકાલના આશીર્વાદ મેળવ્યા ત્યારે મ.પ્ર. કોંગ્રેસના પ્રમુખ કમલનાથે મહાકાલને એક પત્ર લખીને માસ્ટર સ્ટ્રોક લગાવ્યો હતો.ર તેમણે રાજ્યમાં ભાજપના ગેરશાસનનો અંત લાવવા માટે ભગવાન શિવના આશીર્વાદ માગ્યા હતા. કમલનાથે એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપના શાસન હેઠળ ખેડૂતો મ.પ્ર.માં આત્મહત્યા કરી રહ્યા છે, છોકરીઓ પર બળાત્કાર થઇ રહ્યા છે, ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને યુવાનો બેરોજગાર છે. મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ પોતે આપેલા વચનો પાળવામાં નિષ્ફળ ગયા છે અને હવે પોતાના દુષ્કૃત્યો માટે કિંમત ચૂકવવાનો સમય આવી ગયો છે એવું કમલનાથે જણાવ્યું હતું. ચૌહાણની યાત્રાને પ્રસ્થાન કરાવતા અમિત શાહે જાહેર કર્યુ હતું કે નવેમ્બરની વિધાનસભાની ચૂંટણી ચૌહાણના નેતૃત્વમાં જ લડાશે. ચૂંટણી પૂર્વે પોતાની બિનલોકપ્રિયતાથી ડરી જઇને ભાજપ હવે જૂઠાણાંનો સહારો લેવા લાગ્યો છે. જેમ કે તાજેતરમાં ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ પ્રભાત ઝા અને રાજ્યના ભાજપના પ્રમુખ રાકેશસિંહ સહિત ભાજપના નેતાઓએ એવો દાવો કર્યો હતો કે ૪૦ લાખ હેક્ટર કૃષિ જમીનમાં સિંચાઇની સુવિધા ઉપલબ્ધ છે, વાસ્તવમાં હકીકત એ છે કે માત્ર ૨૮ લાખ હેક્ટરમાં જ સિંચાઇની સુવિધા ઉપલબ્ધ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks