(એજન્સી) નવી દિલ્હી, તા.ર
ખાદ્ય પ્રક્રિયા મંત્રાલયે ‘ખીચડી’ને ભારતીય ભોજનના રૂપમાં રજૂ કરવાનો અભિપ્રાય આપ્યો હતો, જેને સરકારે મંજૂર કરી લીધો છે. મંત્રાલયનો તર્ક છે કે, ભલે અમીર હોય કે, ગરીબ, ‘ખીચડી’ સૌનું પ્રિય ભોજન છે. વરિષ્ઠ પત્રકાર રવિશકુમારે ખીચડી પર ચાલી રહેલી ચર્ચા પર એક વ્યંગાત્મક પોસ્ટ પોતાના ફેસબુક પેજ પર મૂકી છે કે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રવિશકુમારે લખ્યું છે કે, જ્યારે દાળ ના ગળી તો ખીચડી વેચવા લાગ્યા. ખીચડી પહેલેથી જ બેરોજગારોની વાનગી છે, નોકરી મળતી નથી તો સ્પષ્ટ છે કે, ખીચડી વધારે બની રહી હશે. રોજ ધુત્કારીને બેરોજગાર લોકો ખીચડી ખાઈ રહ્યા હશે, તેથી ખૂબ જ ચાલાકીથી આને રાષ્ટ્રીય વાનગી બનાવવાના મુદ્દા સાથે જોડવામાં આવી રહી છે, જેથી બેરોજગાર યુવાઓને દગો આપી શકાય કે તેમણે જે વાનગી ખાવાલાયક બનાવી છે તે રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવે છે, પછી ભલેને તેમના રોજગારનો પ્રશ્ન રાષ્ટ્રીય મહત્ત્વનો ના રહે. દહીં, ચૂડા અને સતૂપ્યાઝ ગરીબોનું ભોજન રહ્યું છે. જેને દેશની ગરીબીની ખબર નથી તે ખીચડીની વાત કરે છે. દાળની કિંમત જણાવા, વટાણા અને ઘીનો ભાવ જણાવો. ખીચડી ગેસ પર બનશે કે પછી બિરબલના પિતાને ત્યાંથી બનીને આવશે. કામની વાત પર ચર્ચા નથી, જેને જુઓ તે અર્થહીન મુદ્દા અંગે શેર કરીને, કમેન્ટ કરીને દિવસ પસાર કરવામાં આવી રહ્યો છે. આ બધા જ બકવાસ મુદ્દાઓને લઈ આવો અને એન્કરો વચ્ચે બોલાચાલી કરાવો. નવ યુવાનો, તમારી યુવાની વેડફાઈ રહી છે આ વાતને સમજો. શાળાથી લઈને કોલેજમાં અભ્યાસનું સ્તર ઘટ્યું છે, ફીના નામે તમને લૂંટવામાં આવી રહ્યા છે, હવે તમને ખીચડીને રાષ્ટ્રીય ભોજન જાહેર કરવાના કામે લગાડવામાં આવી રહ્યા છે. મને નથી ખબર કે આ વાત ક્યાંથી આવી છે, જ્યાંથી પણ આવી છે, ત્યાંથી શું રોજગારની પણ વાત આવી છે ?
ખીચડીની વાત કરીને બેરોજગારોના ભોજનની મજાક ઉડાવવામાં આવી રહી છે. જે લોકો રોજગારનો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે, તેમને જણાવવામાં આવી રહ્યું છે, જુઓ જે બેરોજગારો ખાઈ રહ્યા છે, અમે તેની મજાક ઉડાવી રહ્યા છે, તેમ છતાંય આ લોકો અમારું ગીત ગાઈ રહ્યા છે. લોકો ખીચડી-ખીચડી કરી રહ્યા છે. રોજગાર-રોજગાર નહીં ગાય. આટલી ક્રૂરતા ક્યાંથી આવે છે. જેનું ભોજન કરવું હોય તે કરો. તહેવારમાં બનતું ભોજન છે ખીચડી, પરંતુ તે બેરોજગારોનું તો દૈનિક ભોજન જ છે.