કબાટ લેવાની બાબતે પતિ સાથે બોલાચાલી બાદ પત્નીએ બે સંતાનો સાથે અગનપછેડી ઓઢી

જામનગર, તા.૧૪
જામનગર નજીકના દરેડમાં હરિજનવાસમાં રહેતા એક શ્રમિક મહિલાએ પોતાના પતિ સાથે કબાટ લેવાની બાબતે બોલાચાલી થયા પછી માઠું લગાડી પોતાના ફૂલ જેવા પુત્ર-પુત્રીને સાથે રાખી અગનપછેડી ઓઢતા ગંભીર રીતે દાઝેલી પુત્રીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું છે જ્યારે સળગી રહેલા વ્યક્તિઓની ચીસો સાંભળી પાડોશીઓએ પોલીસને જાણ કર્યા પછી દાઝેલા માતા-પુત્રને જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા છે. પોલીસે માતા સામે હત્યા તથા હત્યા પ્રયાસનો ગુનો નોંધ્યો છે. જામનગર તાલુકાના દરેડમાં આવેલા ધાર વિસ્તારમાં આવીને રહેતા મૂળ કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામના રામભાઈ નાથાભાઈ ચાંડપા તથા તેમના પત્ની કંચનબેન પેટિયુ રળવા માટે આ વિસ્તારમાં આવેલા કારખાનાઓમાં મજૂરીકામે જતાં હતા. આ દંપતીને પુત્ર નિર્મલ (ઉ.વ.૮) તથા પુત્રી કિંજલ (ઉ.વ.પ) નામના સંતાનો છે. આ પરિવારના કંચનબેન અને પુત્ર-પુત્રી ત્રણેક વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે અચાનક જ પાડોશીઓએ તે ત્રણેયની મરણચીસો સાંભળતા મજૂરીકામે ગયેલા રામભાઈ અને પોલીસને જાણ કરી હતી. જાણના પગલે ધસી ગયેલા પીએસઆઈ જે.બી.ખાંભલા તથા સ્ટાફે બનાવના સ્થળ હરિજનવાસમાં ધસી જઈ અંદર ભડભડ સળગી રહેલા કંચનબેન અને બન્ને બાળકોને સારવારમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. સારવાર માટે લઈ જવાયેલા ત્રણ વ્યક્તિઓ પૈકીની કિંજલનું સારવાર કારગત નિવડે તે પહેલાં મૃત્યુ નિપજ્યું હતું જ્યારે કંચનબેન અને નિર્મલ ગંભીર રીતે દાઝી ગયા હોય તેઓને સારવાર આ૫વામાં આવી રહી છે. પોલીસે આ બનાવ અંગે પતિ રામભાઈ ચાંડપાનું નિવેદન નોંધતા તેઓએ જણાવ્યું હતું કે, રામભાઈ અને પત્ની કંચનબેન દસેેક વર્ષ પહેલાં લગ્નગ્રંથીથી જોડાયા પછી મજૂરીકામ મેળવવા ત્રણેક વર્ષ પહેલાં બન્ને સંતાનો સાથે દરેડમાં આવીને વસ્યા હતા જ્યાં રામભાઈ અને કંચનબેન વચ્ચે કબાટ ખરીદવાની બાબતે બોલાચાલી થયા પછી માઠું લાગી આવતા ગઈકાલે કંચનબેને પોતાના બન્ને સંતાનોને સાથે રાખી શરીર પર જવલનશીલ પદાર્થ છાંટી દીવાસળી ચાંપી દીધી હતી. માતા સાથે અગનજ્વાળામાં ઘેરાયેલા પુત્ર-પુત્રીએ અગ્નિનો દાહ સહન ન થતા બૂમો પાડી હતી અને પાડોશીઓને તેની જાણ થઈ હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks