(એજન્સી) કાબુલ, તા.૧
અફઘાનિસ્તાનના આંતરિક મંત્રાલયે કહ્યું છે કે ગઈકાલે પાટનગર કાબૂલમાં ઈરાકી દૂતાવાસ પર થયેલા હુમલામાં સામેલ તમામ હુમલાખોરો માર્યા ગયા છે. દૂતાવાસના કોઈ કર્મચારીને ઈજા થઈ નથી. જેમાં દૂતાવાસના બે ગાર્ડ પણ માર્યા ગયા છે. હુમલા બાદ ઈરાકના દૂતાવાસની કામગીરી ઈજિપ્તના દૂતાવાસ ખાતે લઈ જવાઈ હતી. સોમવારે આઈએસના આતંકીઓએ ઈરાકી દૂતાવાસ પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ઈરાકી દૂતાવાસ પર વિસ્ફોટકોથી ધડાકા કર્યા હતા. તરત જ પોલીસે ઈરાકી દૂતાવાસ નજીક પહોંચી જઈ સ્થિતિ સંભાળી લીધી હતી. દાઈશે હુમલાની જવાબદારી લીધી હતી. અફઘાનિસ્તાનના સરકારી પ્રવક્તાએ કહ્યું કે અમારા દળોએ ઓપરેશન સફળ પાર પાડ્યું હતું. દાઈશે ૭ સુરક્ષા ગાર્ડ માર્યા ગયા હોવાનો દાવો કર્યો છે. હવે અફઘાનિસ્તાનમાં આઈએસ અને તાલેબાન ત્રાસવાદી જૂથો સક્રિય થયા છે. મે માસમાં એક આતંકી હુમલામાં ૮૪ લોકો માર્યા ગયા હતા.
દાઈશના ભયાનક હુમલા સામે સરકારની નિષ્ફળતાના વિરોધમાં વ્યાપક પ્રદર્શનો યોજાયા હતા. હજારો અમેરિકી ગઠબંધન દળોની કાબૂલમાં હાજરી છતાં અસ્થિરતા અને લડાઈ પ્રવર્તે છે. ર૦૦૧માં અમેરિકાએ તાલેબાનોની સરકાર ગબડાવી હતી. પરંતુ તેમ છતાં હજુ હિંસા અને આગ જલીની આતંકી ઘટનાઓ બંધ થઈ નથી. કંદહારમાં તાજેતરમાં આતંકી હુમલામાં ૩૦ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા.