કાબૂલમાં અફઘાન સત્તાધીશો દ્વારા ૧૬ ટન વિસ્ફોટકો ભરેલી ટ્રક જપ્ત કરાઈ

(એજન્સી) કાબૂલ, તા.૭
અફઘાન ઈન્ટેલિજન્સના સત્તાધીશો દ્વારા કાબૂલમાં ૧૬ ટન વિસ્ફોટકો ભરેલી ટ્ર્‌કને જપ્ત કરવામાં આવી છે. આ ટ્ર્‌કમાં વિસ્ફોટકોને બોક્સની અંદર છુપાવીને રાખવામાં આવ્યા હતા અને આ બોક્સ પર મરઘાંના ખોરાકનું ચિહ્ન દોરવામાં આવ્યું હતું.
અફઘાનિસ્તાનના નેશનલ ડિરેક્ટોરેટ ઓફ સિક્યુરિટીએ એક નિવેદનમાં જણાવ્યું કે, રવિવારે પાકિસ્તાની લાયસન્સ પ્લેટ ધરાવતી ૯ ટ્રકોને રાજધાનીમાં આવેલા જિલ્લામાંથી જપ્ત કરવામાં આવી હતી. આ ટ્રક દ્વારા લઈ જવામાં આવી રહેલા વિસ્ફોટકો, બોમ્બ વગેરેને આતંકવાદી પ્રવૃત્તિઓના સંચાલનમાં ઉપયોગમાં લેવામાં આવનાર હતા. આ ટ્રકમાંથી કુલ ૧૬,૫૦૦ કિલોગ્રામ વિસ્ફોટકોને જપ્ત કરવામાં આવ્યા હતા. અફઘાન કાયદા અમલીકરણ એજન્સીઓએ આને સંબંધિત ઓછામાં ઓછા ૫ શંકાસ્પદોની અટકાયત કરી છે.
આ વિસ્ફોટકોની જપ્તી કાબૂલમાં એક ટ્રક બોમ્બ વિસ્ફોટમાં ૧૫૦ લોકોના મોત નિપજ્યા બાદ કરવામાં આવી હતી. ૩૧મી મેના રોજ રાજદ્વારી મથકની નજીક સવારના કામના કલાકો દરમિયાન ટ્રકમાં છૂપાવીને ભરેલા ૧૫૦૦ કિલોગ્રામના વિસ્ફોટકોમાંથી બોમ્બ ફેંકીને આ હુમલો કરવામાં આવ્યો હતો. ૩૧મી મેના રોજ થયેલા આ હુમલા બાદ અફઘાન સુરક્ષા દળોએ આવિસ્તારમાં સઘન સુરક્ષાનો બંદોબસ્ત ગોઠવી દીધો છે. વોશિંગ્ટનની કહેવાતી આતંકવાદ વિરોધી લડાઈને પગલે યુ.એસ. તથા તેના સાથીદારો કરેલા યુદ્ધ બાદ વર્ષ ૨૦૧૧થી અફઘાનિસ્તાનમાં અશાંતિનો માહોલ જોવા મળી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks