Gujarat

સચીન અને ઈચ્છાપોર પેટા વિભાગીય કચેરીઓનું લોકાર્પણ

સૂરત, તા.ર૦
ધરતી પુત્રોની આવક ૨૦૨૨માં ડબલ કરવાના ભાગરૂપે સ્કાય યોજનાથકી રાજ્યના ધરતીપુત્રો ખેતી વિષયક વીજ ઉત્પાદન પોતાના જ ખેતરમાં જાતે જ કરીને વધારાની વીજળીનું વેચાણ કરીને આવક મેળવી શકે તે માટે રાજયના ૧૫ લાખ ખેડૂતોને યોજના હેઠળ આવરી લેવાનો નિર્ધાર ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલે સચીન ખાતે પેટા વિભાગીય કચેરીઓના લોકાર્પણ પ્રસંગે વ્યકત કર્યો હતો.
સચિન નગરપાલિકાના કોમ્યુનીટી હોલ ખાતે સચિન(ગ્રામ્ય) અને ઈચ્છાપોર પેટા વિભાગીય કચેરીઓનું લોકાર્પણ તથા ૧૧ કે.વી.કનસાડ એજી સ્કાય ફીડરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રૂા.બે કરોડના ખર્ચે સચીન પેટા વિભાગીય કચેરીના ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ભવન હેઠળ બે નગરપાલિકા, ૧૪ ગામોના ૩૭૬૩૩ ગ્રાહકો ધરાવે છે. જયારે રૂા. એક કરોડના ખર્ચે ઈચ્છાપોર કચેરી હેઠળ બે જી.આઇ.ડી.સી. અને ૧૪ ગામોના ૨૩,૨૨૯ ગ્રાહકોનો સમાવેશ થાય છે. જયારે સ્કાય યોજનના ૧૧ કે.વી.કનસાડ ફીડરમાં કનસાડ, તલગપોર, પાલી અને ઉબેર ગામોનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે ઊર્જામંત્રીએ જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતના આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓમાં ૫૦ નવા સબ સ્ટેશનનો નિર્માણ કરવામાં આવનાર છે. ખેડૂતોને વર્ષ દહાડે વીજળી મળી રહે તે માટે પાંચ હજાર કરોડની સબસીડી આપવામાં આવે છે.
આ વેળાએ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે પ્રાસંગિક પ્રવચનમાં કર્યું હતું.
આ વેળાએ સાંસદ શ્રીમતિ દર્શનાબેન જરદોશ, સાંસદશ્રી સી.આર.પાટીલ, ધારાસભ્યશ્રી ઝંખનાબેન પટેલ, ધારાસભ્યશ્રી વિવેકભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખશ્રી, દ.ગુ.વીજ કંપનીના એમ.ડી. આદ્દા અગ્રવાલ, સુરત ડિસ્ટ્રીક બેંકના ઉપપ્રમુખશ્રી સંદિપ દેસાઈ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Crime DiaryGujarat

    રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

    માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
    Read more
    Gujarat

    હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

    ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
    Read more
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.