કલબુર્ગીમાં ર૦ જમણેરી કાર્યકર્તાઓની અટકાયત

(એજન્સી) બેંગ્લુરૂ, તા.૧૧
રાજ્ય સરકારના ટીપુ સુલતાન જયંતી ઉજવવાના નિર્ણયનો શુક્રવારે કલબર્ગીમાં વિરોધ કરી રહેલા ભારતીય જનતા પાર્ટીના અને વિશ્વ હિન્દુ પરિષદના ર૦ જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. મારૂતિ મનપડે સહિત અન્ય આઠ કોમ્યુનિસ્ટ પાર્ટી અને તેની સંકલિત શાખાના કાર્યકરોની શાહબાદ પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી. આ લોકો પોલીસની ચેતવણી છતાં એક ઈમારતમાં ટીપુ જયંતી મનાવવા માટે ભેગા થયા હતા. જો કે, તેમને છોડી દેવામાં આવ્યા છે. મનપડેએ કહ્યું કે, રાજ્ય સરકાર અમને ટીપુ જયંતીના સરકારી કાર્યક્રમમાં ભાગ લેવા ફરજ ન પાડી શકે. અમારે સમ્રાટની જન્મજયંતી અમારી રીતે ઉજવવી છે. અમારા અધિકારોનું ઉલ્લંઘન એ લોકશાહી નથી. સુરક્ષા બંદોબસ્ત માટે ૧૦૦ જેટલા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, રપ૦૦ પોલીસ કોન્સ્ટેબલ, ૩૦૦ હોમગાર્ડ અને અન્ય ટુકડીઓ જિલ્લામાં તૈનાત કરવામાં આવી હતી. ગુરૂવારે મધ્યરાત્રીથી કલબર્ગી, બિહાર અને યદગીર વિસ્તારમાં ધારા ૧૪૪ લાગુ કરવામાં આવી હતી જે શનિવાર સવાર સુધી અમલમાં હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks