Gujarat

કચરામાં ફેંકાયેલા મહત્ત્વના પ૦ સ્ટેમ્પ બનાસકાંઠા કલેક્ટરનો તપાસનો આદેશ

(સંવાદદાતા દ્વારા) પાલનપુર, તા.૬
પાલનપુર સ્થિત બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીના અગત્યના ૫૦ જેટલા સિક્કા કચરામાં ફેંકી દેવાયેલા મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. જો કે, તેનો દુરૂપયોગ થાય તે પહેલાંં આ સિક્કા કચેરીમાં પુનઃ લાવવામાં આવ્યા છે. પરંતુ અગાઉ પણ કચેરીના સિક્કાઓનો દુરૂપયોગ કરી લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાના કિસ્સા બહાર આવ્યા હતા ત્યારે સિક્કા કચરામાં ફેંકી ગંભીર બેદરકારી દાખવનારા કર્મચારી સામે તપાસના કરી તેમની સામે કડક પગલાં ભરવા માટે જિલ્લા કલેકટર દ્વારા પણ આદેશ કરવામાં આવ્યો છે. પાલનપુર ખાતે જોરાવર પેલેસમાં કાર્યરત જિલ્લા કલેકટર કચેરીમાં અનેકવિધ કચેરીઓ કાર્યરત છે. આ કેમ્પસમાં જિલ્લાભરમાંથી લોકો રજૂઆત, સરકારી કામ કાજ, દાખલ માટે આવતા હોય છે જ્યાં મુખ્ય જિલ્લા કલેકટર કચેરીના પાછળના ભાગેથી અગત્યના કહી શકાય તેવા ૫૦ જેટલા રબ્બર સ્ટેમ્પ (સિક્કા) કચરામાંથી મળી આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે. સિક્કા કચરામાં ફેંકી દેવાયા હોવાનો વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલો બહાર આવવા પામ્યો હતો. જો કે, સિક્કાઓનો દુરૂપયોગ થાય તે પહેલાં તાત્કાલિક આ સિક્કા કલેકટર કચેરીમાં પરત લાવવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉના કલેકટર કચેરીના સિક્કાનો દૂરપયોગ કરાયો હતો. અંગે પોલીસ મથકે ગુનો પણ નોંધાયો છે. ત્યારે જિલ્લા કલેકટર કચેરીના કર્મચારીની ગંભીર બેદરકારીના કારણે મહત્ત્વના સિક્કા કચરામાં ફેંકી દેવાયાની ઘટના બહાર આવી છે. ત્યારે આવા કર્મચારી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે પણ ઇચ્છનીય છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.