(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૬
દેશના વિવિધ વિસ્તારોમાં મોબ લિન્ચિગના વધી રહેલા બનાવોને નિયંત્રિત કરવા માટે જમીઅતે ઉલમા દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદન પત્ર પાઠવી રજૂઆતો કરવામાં આવી હતી.
જમીઅત ઉલમાએ માંગણી કરી છે કે, મોબ લિન્ચિગના બનાવો દેશમાં ક્યાંક પણ હવે બનવા ના પામે જેની તકેદારી દરેક રાજ્યોના સી.એમ. અને ભારતના ગૃહપ્રધાન રાખે અત્યાર સુધીના ૩૦ કેસોમાં માત્ર ૨ને સજા થઇ તેવો ભેદભર્યા રાખવામાં ન આવે, જે બનાવો બન્યા છે તેના દરેક આરોપીઓને સખ્સ સજા થવી જ જોઇએ. અમારી માંગણી છે. દેશના વડાપ્રધાન અને દેશના ગૃહપ્રધાન નિર્દોષ લોકોના જાન લેનાર વારેઘડીયે ગૌરક્ષકના કે બીજા બહાનાઓથી દેશમાં અશાંતિ ફેલાવનારા સામે સખત પગલા લેવામાં આવે અને ટોળાશાહી અને ભીડતંત્ર દ્વારા હુમલા થતા બંધ કરવામાં આવે અને તમામ જવાબદારો સામે કેસો દાખલ કરીને સજા કરવામાં આવે, હાલમાં દેશની સુપ્રિમ કોર્ટે જે નિર્દેષ આપ્યા છે તે પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવે.
૨૯મી જુલાઇ ૨૦૧૮, રવિવારના દિવસે મોબ લિન્ચિગની ઘટના ગુજરાતના દાહોદ બનવા પામી છે. ૧૦૦ લોકોના ટોળાએ કાળી મહુડી ગામ ખાતે અજમલ મોહનીયા ઉપર લાકડી – ધારીયાઓ દ્વારા તેના પર ચારે બાજુથી તુટી પડતા તેનું સારવાર દરિમયાન મોત થયું છે. અજમલ મોહનીયા ધાનપુર ઉડાસા ગામનો વતની હતો.