Ahmedabad

કાલુપુરમાં આંગડિયા પેઢીના કર્મીઓની રૂા.૧ર લાખના દાગીના ભરેલી બેગની લૂંટ

અમદાવાદ,તા.૪
શહેરના કાલુપુર વિસ્તારમાં એક્ટિવા ઉપર જઈ રહેલા આંગડિયા પેઢીના બે કર્મચારીઓને આંતરીને બે બાઈક ઉપર આવેલા ચાર લૂંટારુંઓએ સોના-ચાંદીના દાગીના અને રોકડ મળીને રૂા.૧ર લાખની મત્તા ભરેલી બેગ લૂંટીને ફરાર થઈ જતા ખળભળાટ મચી ગયો હતો. અમદાવાદ શહેરમાં ધોળે દહાડે લૂંટ અને ચોરીના બનાવો વધી રહ્યા છે. તહેવારો ટાણે આવા તત્ત્વોને ઘી-કેળા છે. ત્યારે પોલીસ પણ આળસ ખંખેરી કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સુધારવા કમર કસે તેવી લોકમાંગ ઉઠી છે. ઘટનાની વિગત એવી છે કે બુધવારે વહેલી સવારે ૭ઃ૩૦ વાગે આંગડિયા પેઢીના કર્મચારી દશરથભાઈ અને જયંતીભાઈ એક્ટિવા ઉપર પાંચ કૂવા પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન બે બાઈક ઉપર આવેલા ચાર લૂંટારુઓને આંગડિયા પેઢીના બંને કર્મચારીઓને આંતરીને તેમની પાસે રૂા.૧ર લાખની મત્તા ભરેલી બેગ ઝૂંટવવા પ્રયાસ કર્યો હતો. ત્યારે બંને કર્મીઓ પ્રતિકાર કરે છે. તેથી બાઈક પરથી ઉતરીને બેગ લૂંટવા આવેલા શખ્સો પૈકીના એક શખ્સે ડરાવવા માટે ફાયરિંગ કર્યું હતું. જેથી આંગડિયા પેઢીના બંને કર્મીઓ દૂર જતા રહેતા લૂંટારુંઓ રૂા.૧ર લાખની મત્તા ભરેલી બેગ ગણતરીની સેકન્ડમાં લૂંટીને ફરાર થઈ ગયા હતા. આંગડિયા પેઢીની બેગમાં અંદાજે રૂા.૧૦.૩૦ લાખના સોનાના દાગીના, રૂા.૧.ર૦ લાખના ચાંદીના દાગીના, રોકડા રૂા.૧૦ હજાર સહિત રૂા.૧ર લાખનો મુદ્દામાલ હતો. સમગ્ર લૂંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ અંગે કાલુપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. મુકેશ ઉપાધ્યાયે મીડિયાને જણાવ્યું હતું કે પાંચ કૂવા કે તેનાથી આગળથી આરોપીએ આંગડિયા પેઢીના કર્મચારીઓનો પીછો કર્યો હતો અને ચાર આરોપીઓ હતા. આરોપીએ એક કે બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યા છે. પરંતુ વધારે પણ હોઈ શકે છે. તે દિશામાં તપાસ આદરી છે. લૂંટની મોડસ ઓપરેન્ડી જોતા લોકલ ગેંગ હોય તેવી શક્યતા છે. મેગાસિટી અને સ્માર્ટસિટી બનવા જઈ રહેલા અમદાવાદ શહેરમાં ચોર-લૂંટારુઓને પોલીસનો ખૌફ જ ન હોય તેમ ખૂલ્લેઆમ ફાયરિંગ કરીને લૂંટ કરીને પલાયન થઈ જાય તે ઘટના જ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

    1 Comment

    Comments are closed.