તાપીની સપાટી વધતાં સુરતનો વિયર કમ કોઝવે ઓવરફ્લો : વાહન વ્યવહાર બંધ

(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૧૮
તાપી નદીના કેચમેન્ટ એરિયામાં આવેલ મહારાષ્ટ અને મધ્યપ્રદેશના ગેજસ્ટેશનોમાં વરસાદનું જોર ઘટ્યું છે. જેમાં ચીખલધરામાં જ સૌથી વધુ ૪૧ મીમી જેટલો વરસાદ નોંધાયો હતો.જેથી હથનુર ડેમમાંથી તાપી નદીમાં પાણીનો ડિસ્ચાર્જ ઘટાડીને ૫૧ હજાર ક્યુસેક કરવામાં આવ્યો હતો.
જ્યારે ગતરોજ થયેલ વરસાદના પગલે તાપી નદીની સપાટી વધતા મોડી રાત્રે દોઢ વાગે વિયર કમ કોઝવે છ મીટરની ભયજનક સપાટી વટાવતા ઓવરફ્‌લો થયો હતો.જેથી કતારગામથી રાંદેર ઝોનને જાડતો વિયર કમ કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સતત બીજા દિવસે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ નોંધાયો હતો.જેમાં વઘઈ-માંગરોળ અને સાપુતારામાં ચાર ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તે સિવાય અન્ય તાલુકાઓમાં ઝરમર વરસાદી ઝાપટા થયા છે.
સુરત સિંચાઈ વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર હથનુર ડેમની ભયજનક સપાટી ૨૧૪ મીટરની સામે આજની સપાટી ૨૧૦.૨૩૦ મીટર નોંધાઈ છે. હથનુર ડેમમાંથી ગતરોજ દોઢ લાખ ક્યુસેકનો ડિસ્ચાર્જ થતો હતો. જેમાં ઘટાડો કરીને આજે ૫૧,૮૪૨ ક્યુસેકનશ્વો ડિસ્ચાર્જ થઈ રહ્યો છે.
સુરત મહાનગરપાલિકાના ફ્‌લડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતીમુજબ તાપી નદીની સપાટીમાં વધારો થતા રાત્રે દોઢ વાગે વિયર છ મીટરની સપાટી વટાવી ઓવરફ્‌લો થયો હતો. જેના પગલે વિયરના ગેટ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. આજે સવારથી કતારગામ અને રાંદેર ઝોનને જાડતો વિયર બંધ હોવાથી વેડ દરવાજાથી ચોકબજાર સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ગતરોજ ઉકાઈના આસપાસ થયેલ વરસાદના પગલે તાપી નદીમાં પાણીની આવક વધી હતી. કાકરાપાર ૧૬૦ ફુટની સપાટી વટાવતા ૧૪૦૦૦ ક્યુસેક પાણીનો ડિસ્ચાર્જ થતો હતો. જેથી રાત્રે ૧.૩૦ વાગે વિયર ઓવરફ્લો થયો હતો. આજે બપોરે ૧૨ કલાકે ઉકાઈ ડેમની સપાટી ૩૦૨.૧૫ ફૂટ નોંધાઈ હતી. કાકરાપાર ડેમની પાણીની સપાટી ૧૬૦.૫૦ ફુટ અને ડીસ્ચાર્જ ૨૮૦૦ ક્યુસેક નોેંધાયો હતો. વિયરની સપાટી ૬.૧૮ મીટર નોંધાઈ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks