(એજન્સી) ચેન્નાઇ, તા. ૧૮
અભિનેતા કમલ હાસને એક કાર્યક્રમમાં પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવતા વિવાદ ઘેરાયા બાદ તેમણે કહ્યું હતું કે, તેમના દશકો પહેલા લખાયેલા મેગેઝિનના શબ્દોનો ઉપયોગ કરાયો છે. તેમણે ચેન્નાઇમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, મને ઘણું દુઃખ થાય છે ત્યારે લોકો કહે છે કે, સેનાના લોકો કાશ્મીરમાં મરવા માટે જ જાય છે. તેમણે કહ્યું કે, જનમત સંગ્રહ લાંબા સમય સુધી યોગ્ય નથી અને કાશ્મીર હંમેશા ભારતનો અભિન્ન ભાગ છે. ખુલાસો કરતા હાસને કહ્યું કે, જનમત સંગ્રહ અંગે તેમનું નિવેદન દશકો પહેલા લખાયેલા તેમના મેગેઝિનના શબ્દોમાંથી લેવાયું છે. અભિનેતામાંથી નેતા બનેલા કમલ હાસને કાશ્મીરમાં જનમત સંગ્રહનું સમર્થન કરતા સરકારને સવાલ કર્યો હતો કે, તે શા માટે આનાથી ડરે છે. એક કાર્યક્રમમાં મક્કલ નિધિ મૈયમના નેતાએ કહ્યું કે, ભારત શા માટે કાશ્મીરમાં જનમત સંગ્રહ કરાવી રહ્યું નથી ? તેઓ કઇ બાબતથી ડરે છે ? પીઓકેને ‘આઝાદ કાશ્મીર’ ગણાવતા કમલ હાસને કહ્યું કે, આઝાદ કાશ્મીરમાં હીરો તરીકે દર્શાવવા તેઓ ટ્રેનોમાં જેહાદીઓના ફોટાનો ઉપયોગ કરે છે. આવું કરવું ગાંડપણ છે. ભારત પણ આજ રીતે ગાંડપણ ભર્યું વર્તન કરે છે. આવું કરવું યોગ્ય નથી. જો આપણે સાબિત કરવા માગીએ છીએ કે ભારત ઘણો સારો દેશ છે તો તેણે આ પ્રકારનું વર્તન ના કરવું જોઇએ. અહીંથી નવી રાજકીય સંસ્કૃતિનો ઉદય થશે.
કાશ્મીર અને પ્રાંતમાં સર્જાયેલી સમસ્યાઓ વિશે વાત કરતા કમલ હાસને કહ્યું કે, જો ભારત અને પાકિસ્તાન સારૂં વર્તન કરે છે તો એલઓસીને ફરી ચકાસવામાં આવે. તેમણે ઉમેર્યું કે શા માટે સૈનિકો મરે છે ? આપણી સરહદોની સુરક્ષા કરનારાઓ શા માટે મરે છે ? જો ભારત અને પાકિસ્તાન બંને તરફથી સારો વ્યવહાર થતો હોય તો સૈનિકોને મરવાની શું જરૂર છે. એલઓસીને અંકુશમાં રાખવું જોઇએ. ૧૪મી ફેબ્રુઆરીના રોજ ૪૦ જવાનોનો ભોગ લેનારા પુલવામા આતંકવાદી હુમલા વિશે પુછતા કમલ હાસને કહ્યું કે, જ્યારે મૈયમ નામનું મેગેઝિન ચલાવી રહ્યો હતો ત્યારે મેં કાશ્મીર મુદ્દે અને હવે શું થવું જોઇએ તે વિશે લખ્યું હતું. આજે મને એ વાતનું દુઃખ છે કે જે મેં ભવિષ્યવાણી કરી હતી તે જ થઇ રહ્યું છે. કદાચ મેં બીજી કોઇ ભવિષ્યવાણઈ કરી હોત. જનમત સંગ્રહ કરાવી લો અને લોકોને બોલવા દો. શા માટે તેઓ જનમત સંગ્રહ કરાવતા નથી ? તેનાથી તેઓ શા માટે ડરે છે ? તેઓ બસ દેશના ભાગલા પાડવા માગે છે. તેઓને ફરીથી કેમ નથી પુછવામાં આવતું ? શું તેઓ આમ કરી શકતા નથી ?
કાશ્મીર માટે ‘જનમત સંગ્રહ’ ટિપ્પણી મુદ્દે વિવાદ થતાં કમલ હાસનનો ખુલાસો
અભિનેતા કમલ હાસને એક કાર્યક્રમમાં પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવતા વિવાદ ઘેરાયા બાદ તેમણે કહ્યું હતું કે, તેમના દશકો પહેલા લખાયેલા મેગેઝિનના શબ્દોનો ઉપયોગ કરાયો છે. તેમણે ચેન્નાઇમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, મને ઘણું દુઃખ થાય છે ત્યારે લોકો કહે છે કે, સેનાના લોકો કાશ્મીરમાં મરવા માટે જ જાય છે. તેમણે કહ્યું કે, જનમત સંગ્રહ લાંબા સમય સુધી યોગ્ય નથી અને કાશ્મીર હંમેશા ભારતનો અભિન્ન ભાગ છે. ખુલાસો કરતાં હાસને કહ્યું કે, જનમત સંગ્રહ અંગે તેમનું નિવેદન દશકો પહેલાં લખાયેલા તેમના મેગેઝિનના શબ્દોમાંથી લેવાયું છે.