ટ્રાન્સપોર્ટરોની હડતાળના પગલે સુરતની ટેક્સટાઈલ માર્કેટોમાં કામગીરી ઠપ્પ

(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૨૩
ટ્રાન્સપોર્ટરોની દેશવ્યાપી અચોક્કસ મુદ્દતની હડતાળના પગલે શહેરની ટેક્ષટાઈલ માર્કેટોમાં કામગીરી ઠપ થતા મજૂરો કારીગરો પર સૌથી વધુ હડતાળ્ની અસર જાવા મળી રહી છે. હડતાળની સજ્જડતા જાતા લાંબા ખેંચાય તેવી શક્યતા દેખાઈ રહી છે. ડીઝલ સહિત ઊંચા ટોલટેક્ષ અને ટીડીએસની મુકિતની માગ સાથે ટ્રાન્સપોર્ટરો દ્વારા દેશવ્યાપી હડતાળ શરૂ કરી છે. છેલ્લા ત્રણ દિવસની હડતાળ બાદ આજે ઉઘડતા સપ્તાહે ટેક્ષટાઈલ માર્કેટો ખુલી ખરી, પરંતુ ટ્રાન્સપોર્ટ હડતાળના પગલે માર્કેટોમાં કામકાજ ઠપ જેવું થયું છે. વિવિધ માર્કેટોમાં બહારગામ પાર્સલો મોકલવાનો ખડકલો થઈ રહ્યાં છે. માર્કેટોની લોબી અને દુકાનોમાં પાર્સલો મૂકવાની જગ્યા ખૂટી પડતા પેકીંગ કામકાજ બંધ કરવાની ફરજ પડી છે. ટ્રાન્સપોર્ટરોની હડતાળની સૌથી વધુ અસર માર્કેટોના કારીગરો, ટ્રાન્સ્પોર્ટ સાથે સંકળાયેલા લારી- ટેમ્પો ચાલકો તથા મજૂરોને થઇ રહી છે. આજે સતત ચાર દિવસથી હડતળના પગલે મજૂરોને રોજગારી ગુમાવવાનો વારો આવ્યો છે. ટ્રાન્સપોર્ટરોની દેશવ્યાપી હડતાળને સજ્જડ પ્રતિસાદ મળતા નજીકના દિવસોમાં હડતાળનો ઉકેલ આવે તેવી શક્યતા ઓછી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks