કમલા મિલ્સ આગ દુર્ઘટના : આરોપીઓ વિશે માહિતી આપનારને રૂા.૧ લાખના ઈનામની ઘોષણા

(એજન્સી) તા.૬
કમલા મિલ્સ આગ દુર્ઘટના સંદર્ભે મુંબઈ પોલીસે શુક્રવારે ત્રણ ફરાર આરોપીઓ વિશે માહિતી આપવા બદલ રૂા.૧ લાખના ઈનામની જાહેરાત કરી હતી. અધિક પોલીસ કમિશનર (મધ્યસ્થ ક્ષેત્ર) એસ. જયકુમારે કહ્યું હતું કે જે વ્યક્તિ આરોપીઓ વિશે માહિતી આપશે તેને રૂા.૧ લાખનું ઈનામ આપવામાં આવશે. ત્રણેય આરોપીઓ ક્રિપેશ સંઘવી, જીગર સંઘવી અને અભિજીત માનકર ૧-અબોવ રેસ્ટોરન્ટના માલિક છે. ન્યુઝ એજન્સી એ.એન.આઈ.ના અહેવાલ મુજબ આરોપીઓની સૂચિમાં હજી વધારે નામ દાખલ થઈ શકે છે. ‘૧-અબોવ રેસ્ટોરન્ટના માલિકોના મઝગાંવ સ્થિત રહેઠાણ ઉપર વોન્ટેડ લખેલા પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા છે. આ તરફ આ ત્રણેય આરોપીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી જણાવ્યું છે કે પોલીસ તપાસમાં તેમની સાથે પૂર્વગ્રહ રાખવામાં આવ્યો છે. આગ લાગવાની શરૂઆત મોજોસ બિસ્ટરો રેસ્ટોરન્ટમાં થઈ હતી. તેથી આ દુર્ઘટના માટે તેમને દોષિત ગણી શકાય નહીં. શુક્રવારે અગ્નિશામક દળની તપાસમાં ખબર પડી શકે મોજોસ બસ્ટોરો રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવતા હુક્કામાંથી નીકળતી ચિનગારીઓને લીધે આ દુર્ઘટના સર્જાઈ હતી. તપાસમાં એ પણ જાણકારી મળી કે ૧-અબોવ’ અને મોજોસ બસ્ટરો બંનેમાંથી એકપણ રેસ્ટોરન્ટ પાસે દારૂ પીરસવાની કે હુક્કાબારની પરવાનગી ન હતી. જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે રેસ્ટોરન્ટમાં લગભગ ર૦૦ જેટલા લોકો હતા. જેમાંથી ૧૭ લોકો મૃત્યુ પામ્યા અને બીજા કેટલાક ઘાયલ થયા. આ દુર્ઘટના લોઅર પેરલ સ્થિત કમલા મિલ્સ પરિસરમાં ર૮ ડિસેમ્બરના રોજ ઘટી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks