કામરેજ ચાર રસ્તાની ટ્રાફિક સમસ્યા હલ કરવા ધારાસભ્યએ આપ્યું ૧ માસનું અલ્ટીમેટમ

(સંવાદદાતા દ્વારા) ખોલવડ, તા.૯
કામરેજ ચાર રસ્તાની ચારે બાજુ થયેલા ગેરકાયદેસર દબાણોને લઈને વર્ષોથી વણ ઉકેલ્યો ટ્રાફિકનો પ્રશ્ન કામરેજની સંકલનની મીટિંગમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ ઉઠાવી અધિકારીઓ સાથે રૂબરૂ મુલાકાત લઈ એક માસમાં દબાણો દૂર કરવાની તાકીદ કરાઈ છે વીસ-વીસ વર્ષથી અધિકારીઓ અને સ્થાનિક રાજકારણીઓની મિલીભગતને લઈને ભાજપના શાસકો સમસ્યાના ઉકેલમાં ઉણા ઉતર્યાની લાગણી પ્રબળ બની છે ત્યારે નવા ધારાસભ્ય પર જનતા મીટ માંડીને બેઠી છે. સુરતનું પ્રવેશ દ્વાર મનાતા કામરેજ ચાર રસ્તાનો વિકાસ હરણ ફાળ ભરી રહ્યો છે તેેને લઈને અહીની ટ્રાફિકની સમસ્યા હવે તો હદ વટાવી ચૂકી છે. સવાર-બપોર-સાંજ દિવસ દરમિયાન વાહનોની બબ્બે ત્રણ-ત્રણ કિલોમીટર લાઈનો લાગી જાય છે. કામ ધંધે જનારા કે નોકરિયાતો કે વિદ્યાર્થીઓ તમામ પ્રજાજનો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા વીસ-વીસ વર્ષથી કામરેજમાં ભાજપનું શાસન છે. પ્રતિ વર્ષ આ પ્રશ્ન જિલ્લા પોલીસ વડાના દરબારમાં ચર્ચાય છે. વ્હાલા દવલાની નીતિ અખત્યાર થાય છે. સમસ્યા ઠેરની ઠેર રહે છે. એક વાર ગેરકાયદે દબાણો હટાવવા પ્રયત્ન કરાયો હતો. પરંતુ ત્યાં જ રાજકારણીઓ અને અધિકારીઓની મિલીભગતમાં જૈસે થે પરિસ્થિતિ રહેવા પામી છે. મતના રાજકારણમાં અને હપ્તા વસૂલીમાં પડી ગયેલા કેટલાક રાજકારણીઓને ખુશ કરી સમસ્યાનું સમાધાન થવા દેતા નથી. ગેરકાયદેસર ઊભેલા લારી, ગલ્લા, કેબિન વાળા, રિક્ષાઓ વાળા પાસેથી રીતસરના હપ્તા, ભાડા લેવાઈ રહ્યા હોવાની ચર્ચાઓ પૂરજોશમાં થઈ રહી છે. તેને લઈને ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન શિરદર્દ બની રહી છે. તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીમાં મન માંગવા નીકળેલા ભાજપીઓને પ્રજા આ સમસ્યાના ઉકેલ માટે ખાસ ભાર મૂકતી નથી. નવા ચૂંટાયેલા ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયાઓ તાજેતરમાં મળેલી સંકલનની મીટિંગમાં ઉપસ્થિત તમામ અધિકારીઓને રીતસર ઉધડો લીધો હતો અને ટ્રાફિકની સમસ્યા હલ કરવા જેટલા પણ ગેરકાયદે દબાણો છે તે તમામ એક માસમાં તમામ અધિકારીઓએ સાથે મળીને દૂર કરવા એક માસની મેહતલ આપી છે. એટલું જ નહીં, સંકલન બાદ ધારાસભ્યએ અધિકારીઓ સાથે સમગ્ર વિસ્તારની મુલાકાત પણ લીધી હતી અને તમામને આ કાર્યમાં સહકારની આપવા અપીલ કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks