કામરેજ હાઈવે પરથી લાઈટો બે માસથી બંધ : પ્રજાજનો દ્વારા આંદોલનની ચીમકી

(સંવાદદાતા દ્વારા) ખોલવડ, તા.૧૭
કામરેજ નેશનલ હાઈવે નંબર આઠ ઉપર બે માસથી લાઈટ બંધ હોવા બાબતે રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ ન આવતા ટોલટેક્ષ ઉપર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારતું આવેદનપત્ર કલેકટરને પાઠવવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ કામરેજ જિલ્લા પંચાયત સદસ્ય પ્રિતીબહેન વી. પટેલ, તાલુકા પંચાયત કામરેજના કારોબારી અધ્યક્ષ ભરતભાઈ પટેલ, તાલુકા પંચાયતના સદસ્ય પૂર્ણિમાબહેન, નવીન પટેલ, કામરેજના સરપંચ મનિષ આહીર, સરપંચ હારૂન તૈલી તથા અન્યોએ આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે કામરેજ ચાર રસ્તાથી પસાર થતા નેશનલ હાઈવે નંબર આઠ ચોર્યાસી ટોલનાકાથી કડોદરા સુધીના ઓવર બ્રિજ, સર્વિસરોડની તમામ લાઈટો છેલ્લા બે માસથી બંધ છે. જે ચાલુ કરવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી ચાલુ થયેલ નથી. આઈ.આર.બી. અને નેશનલ હાઈવેના અધિકારીઓ બહાના બનાવી પ્રજાને હેરાન કરી રહ્યા છે. નજીકના દિવસોમાં નવરાત્રિ અને દિવાળીના તહેવારો તો લાઈટ જરૂરી છે. તાત્કાલિક ધોરણે લાઈટ ચાલુ કરવા તેમજ સફાઈ કરવા માગણી કરેલ છે.
અંતમાં ચીમકી ઉચ્ચારતા જણાવ્યું છે કે હાઈવે પર રોડનો ટોલ ઉઘરાવતી કંપની લાઈટ મેઈન્ટેનન્સ અને સફાઈ, મરામત એ એમની ફરજનો ભાગ છે તેમ છતાં દિન પાંચમાં જો હવે આ કામગીરી હાથ નહી ધરાય તો નાછૂટકે હાઈવે પર ટોલબંધી કરવાની ફરજ પડશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks