કામરેજ તા.પં.ના સદસ્ય સાથે પીઆઈએ ગેરવર્તણૂક કરતાં મામલો ધારાસભ્ય સુધી પહોંચ્યો

ખોલવડ, તા.૩૦
કામરેજ પોલીસ સ્ટેશને કામ અર્થે ગયેલા તાલુકા પંચાયતના સદસ્ય સાથે ઈન્ચા. પી.આઈ.એ ગેરવર્તણૂક કરાતા જેની જાણ કામરેજ ભાજપામાં જાણ થતા ભાજપના આગેવાનોમાં પીઆઈની કામગીરી સામે રોષ ભભૂકતા ધારાસભ્યને જાણ કરાતા પીઆઈને તાલુકા પંચાયત બોલાવી ભાજપાના આગેવાનો સાથે વિચારવિમર્શ કરી આખરે મામલો ઠારે પડ્યો હતો.
મળતી માહિતી મુજબ કામરેજ તાલુકા પંચાયતના સદસ્ય ચીરાગ કેસરીયા મંગળવારે તેમના જ્ઞાતિજનોમાં થયલ એક ઝઘડા બાબતે કામરેજ પોલીસ સ્ટેશને ગયા હતા. અંદર જઈ પીઆઈની સામે ઓળખાણ આપ્યા વિના બેસી જતા પીઆઈએ પોલીસની ભાષામાં રૂઆબ બતાવતા ચીરાગભાઈ ડઘાઈ ગયા હતા. પી.આઈ.એ તેમને ખુરશી પરથી ઉઠી જવાનું કહેતા ચીરાગને તેનું અપમાન થયું હોવાનું લાગતા તેમણે કામરેજ ભાજપા સંગઠન પ્રમુખ બળવંત પટેલને જાણ કરી હતી. વાયુવેગે કામરેજ ભાજપા વર્તુળોમાં વાત ફેલાતા બધા કામરેજ ભાજપા કચેરીએ ભેગા થઈ ગયા હતા અને કામરેજ પીઆઈની કામગીરી પુનઃ એકવાર સંતોષકારક ન જણાતા ઉપરથી ગેરવર્તણૂક કરતા રોષે ભરાયેલા આગેવાનોએ ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાને જાણ કરાતા ધારાસભ્યે પીઆઈને વાત કરી સાથે સંગઠન પ્રમુખ બળવંત પટેલને જાણ કરી મળી લેવા સૂચના અપાઈ હતી.
બુધવારે બપોરના તાલુકા પંચાયત કચેરી ખાતે ભાજપાના આગેવાનોએ ભેગા મળી પીઆઈને મળવા બોલાવતા પીઆઈ તાલુકા પંચાયત આવી પહોંચ્યા હતા. જ્યાં બધાની રૂબરૂમાં પીઆઈને તેમની કામગીરીથી વાકેફ કરી રજૂઆતો કરવામાં આવી હતી. પીઆઈએ હકારાત્મક અભિગમ દાખવી વાતને પૂર્ણવિરામ આપી મામલો ઠારે પાડ્યો હતો. ઘટના અંગે કામરેજ ભાજપા સંગઠન પ્રમુખ બળવંત પટેલને ફોન કરાતા તેમણે જણાવ્યું હતું કે કામરેજના પીઆઈએ તાલુકા પંચાયતના અમારા સદસ્ય સાથે ગેરવર્તણૂક કરી છે તે સત્ય છે. સદસ્યોએ મને જાણ કરી પરંતુ સદસ્યોએ પણ પ્રથમ તેની ઓળખાણ આપવી જરૂરી હતી. ઘટના અંગે જિલ્લા સંગઠન પ્રમુખ દિલીપસિંહને જાણ કરી દીધી છે. જિલ્લા ભાજપના મહામંત્રી અશ્વિન પટેલે જણાવ્યું હતું કે મારી પાસે પી.આઈ.ની કામગીરી સંતોષકારક ન હોવા બાબતે અગ્રણીઓએ વાત કરી હતી. મેં ઉપલી કક્ષાએ રજૂઆત કરવા જણાવ્યું હતું. તાલુકા પંચાયતના સદસ્ય સાથે બનેલ ઘટના અંગે તેઓને કોઈ જારી ન હોવાનું જણાવ્યું હતું. ધારાસભ્ય પ્રફુલ્લ પાનશેરીયાએ જણાવ્યું હતું કે મેં સંગઠન પ્રમુખ બળવંત પટેલને પીઆઈને મળી લેવા જણાવ્યું છે. કાયમી પીઆઈ કામરેજમાં મૂકવા ગૃહમંત્રીને રજૂઆત કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks