National

કન્હૈયા કુમારની ક્રાઉડફન્ડિંગ સાઈટ પર સાઈબર અટેક, ૨૪ કલાકમાં ૩૨ લાખ રૂપિયા એકઠા કર્યા હતા

(એજન્સી) તા.૨૯
લગભગ એક કલાકના સમયગાળામાં જ કન્હૈયા કુમારે ક્રાઉડફન્ડિંગની મદદથી સાત લાખ રૂપિયા એકત્રિત કરીને સૌને ચોંકાવ્યા હતા. જો કે, બુધવારે બપોર સુધીમાં તેમની આ રકમ ૩૧ લાખ રૂપિયાને વટાવી ગઈ હતી. ક્રાઉડફન્ડિંગ વેબસાઇટ પર એકાએક સાઈબર હુમલા વધી જતાં હવે વેબસાઈટ બંધ થઇ ગઈ છે. તેમાં સિક્યોરિટી અપગ્રેડ કરવામાં આવી રહ્યાં છે. ક્રાઉડ ફન્ડિંગની મદદથી ડોનેશન એકઠું કરનારા જેએનયુના વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ અને બિહારની બેગુસરાય સીટ પરથી સીપીઆઈના ઉમેદવારને આંચકો લાગ્યો હતો. ક્રાઉડફન્ડિંગને લઈને તેમની સામે સવાલો તો ઊભા થઈ રહ્યા હતા પણ હવે કન્હૈયા કુમારે આરોપ મૂક્યો છે કે તેમની વેબસાઇટ પર સાઈબર હુમલા થઈ રહ્યાં છે. તેમણે તેની પાછળ કોઈ કાવતરૂં હોવાનો આરોપ મૂક્યો હતો. હાલ વેબસાઇટ બંધ છે અને સિક્યોરિટી અપગ્રેડ કરવાનું કામ ચાલું છે. કન્હૈયા કુમારને ગત ૩ દિવસમાં ૩૧ લાખ રૂપિયા મળ્યા હતા. આવી જ રીતે પૂર્વ દિલ્હીથી આપના લોકસભા ઉમેદવાર અતિશી મરલેનાએ પણ લોકોની મદદ માગી અને તેમને ૪૬ લાખ રૂપિયા ઓનલાઈન મળીગયા હતા. કન્હૈયા કુમારની ટીમ કહે છે કે વેબસાઇટ હાલ બંધ છે. જે ૨૯ માર્ચ બાદ ફરી શરૂ થશે. વેબસાઇટ બંધ હોવાના આરોપ પર કન્હૈયા કુમારે કહ્યું કે શોષિતો વંચિતોનો અવાજ ઊઠાવનારાને જમીન પર તો હેરાન કરવામાં આવે જ છે પણ ઈન્ટરનેટ પર પણ હવે કાવતરાંનો સામનો કરવો પડે છે. પણ અમે ન તો સાઈબર અટેકથી ડરીએ છીએ ન તો અટેકથી. ડોનેશનવાળી વેબસાઈટ જલદી ફરી તમારી સમક્ષ આવશે. કાવતરાં હારશે, અમારી એકતાં જીતશે. ઉલ્લેખનીય છે કે, ૨૬ માર્ચે કન્હૈયા કુમારે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરી હતી કે તે તેમને બેગુસરાયથી ૨૦૧૯ની લોકસભા ચૂંટણી લડવા માટે ડોનેશન આપે. જેના બાદ ૨૮ માર્ચ સુધી કન્હૈયા કુમારને લગભગ ૩૧ લાખ રૂપિયા મળી ગયા હતા. વેબસાઈટના સહસંસ્થાપક બિલાલ ઝૈદીએ કહ્યું કે અમે વેબસાઈટને ફરી સમી કરવા કામ કરી રહ્યાં છીએ. તેને વધુ સુરક્ષિત બનાવવાના પ્રયાસ કરીશું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

    દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
    Read more
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.