Ahmedabad

રંગારંગ કાર્યક્રમોની સાથે આજથી કાંકરિયા કાર્નિવલ શરૂઆત

અમદાવાદ, તા.૨૪
કાંકરિયા કાર્નિવલની આવતીકાલથી અમદાવાદ શહેરના કાંકરિયા લેકફ્રન્ટમાં શરૂઆત થઇ રહી છે. રંગારંગ કાર્યક્રમ વચ્ચે શરૂઆત કાર્નિવલનું મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઉદ્‌ઘાટન કરવામાં આવશે. લોકોની સહાયતા માટે પોલીસ ડેસ્ક કોઇપણ ઇમરજન્સી માટે સ્થાપિત કરવામાં આવી ચુક્યા છે. સુપરવિઝન માટે કાંકરિયા લેકફ્રન્ટ પર ૨૮ વોચ ટાવર ગોઠવવામાં આવ્યા છે. લાપત્તા બાળકોને શોધી કાઢવા માટે વિશ્વ કુંજ ગેટ નજીક પોલીસ કન્ટ્રોલ રુમ ગોઠવવામાં આવ્યો છે. આ કન્ટ્રોલરુમ સીધીરીતે સીટી કન્ટ્રોલ રુમ સાથે જોડાશે. સીસીટીવી કેમેરા સાથે ૧૧ પાર્કિંગ વિસ્તાર બનાવવામાં આવ્યા છે. સીસીટીવીની મદદથી વાહનોની ચોરીને રોકી શકાશે. ટ્રાફિકની કોઇ તકલીફ ન પડે તે માટે લેકફ્રન્ટ તરફ દોરી જતાં માર્ગો ઉપર સાઈન બોર્ડ મુકાયા છે. કોઇપણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવશે. કાંકરિયા લેકફ્રન્ટના વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. આવતીકાલે કાંકરિયા કાર્નિવલની શરૂઆત થયા બાદ સાત દિવસ સુધી જુદા જુદા કાર્યક્રમો યોજાશે. શહેરના કાંકરીયા લેકફ્રન્ટ ખાતે આવતીકાલથી શરૂ થઈ રહેલા કાંકરીયા કાર્નિવલ દરમ્યાન ઘણી જગ્યાએ ઈ-વોલેટથી નાણાં ચુકવવાની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ અંગે મળતી માહીતી મુજબ,સાત દિવસ સુધી ચાલનારા રંગારંગ કાર્નિવલ દરમ્યાન અનેક વિવિધ કલાકારો દ્વારા કાર્યક્રમો રજુ કરવામાં આવશે. વિવિધ વાનગીઓને આવરી લેતા ફૂડ ફેસ્ટીવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે લગભગ ૨૫ લાખ લોકો આ કાર્નિવલની મુલાકાત લેતા હોય છે.આ સાત દિવસ દરમ્યાન મુલાકાતીઓને વિનામુલ્યે પ્રવેશ આપવામાં આવશે.કાર્નિવલમાં રોક બેન્ડ, ગુજરાતી–હીન્દી પ્લેબેક સંગીત ઉપરાંત આતશબાજી,થીમ લાઈટીંગ,લેસર-શો જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જુદી જુદી થીમ સાથે મલ્ટીકલર લેસર શો આ વખતનું આકર્ષણ બની રહેશે. ગુજરાતના ગરબા ઉપરાંત રાજસ્થાનના તેરા તાલ અને ઘુમ્મર, પંજાબનું ગીધા અને ભાંગડા,પશ્ચિમ બંગાલનું દુર્ગા નૃત્ય પણ હાજર રહેનાર માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.આ કાર્નિવલનો આરંભ ૨૫મી તારીખે સાંજે રાજ્યના મુખ્યયમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરાવવામાં આવશે. અત્રે નોંધનીય છે કે,આ કાર્નિવલ દરમ્યાન બાળકોને મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વિનામુલ્યે દુધ પણ આપવામાં આવે છે.

૧૫થી વધુ એન્ટીરોમિયો ટુકડી તૈનાત રહેશે

કાંકરિયા કાર્નિવલ દરમિયાન જુદા જુદા સ્થળ પર ૧૫થી વધુ એન્ટી રોમિયો ટીમ પણ ગોઠવી દેવામાં આવી છે. યુવતીઓ અને મહિલાઓની છેડતીને રોકવાનો આની પાછળ મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે. કોઇપણ પ્રકારની મુશ્કેલી વગર યુવતીઓ અને મહિલાઓ સંપૂર્ણપણે મજા માણી શકે તે હેતુથી એન્ટી રોમિયો ટીમ ગોઠવવામાં આવી છે. આ ટીમને એન્ટી રોમિયો જેકેટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. સ્થળ ઉપર ૧૯૦ મહિલા હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની ટુકડીઓ પણ ગોઠવવામાં આવી છે. ચોરીને રોકવા માટેનો પણ મુખ્ય હેતુ રહેલો છે.

કાંકરિયા કાર્નિવલમાં સુરક્ષા માટે પોલીસનો કાફલો ખડેપગે રહેશે

અમદાવાદ, તા. ૨૪
કાંકરિયા કાર્નિવલને લઇને સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવી દેવાનો નિર્ણય કરવામાં આવી ચુક્યો છે. કાર્નિવલમાં કોઇપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ત્રણ ડીસીપી રેંકના અધિકારીઓ, ત્રણ એસીપી, ૩૧ પીઆઈ, ૧૦૦ વાયરલેસ પીએસઆઇ, ૧૨૯૬ એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલ અને ૧૯૦ મહિલા હેડકોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલની ગોઠવણી કરવામાં આવી ચુકી છે. આ ઉપરાંત ૨૬૦ એસઆરપીના જવાનો અને આશરે ૨૦૦ હોમગાર્ડના જવાનો પણ સુરક્ષાના ભાગરુપે ગોઠવી દેવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્તની જરૂર રહેલી છે. કારણ કે, લાખોની સંખ્યામાં લોકો કાર્નિવલમાં આવશે. ભાડુતી ચોરી કરનાર વાહનોના લોકોના રોકવાના પ્રયાસ પણ કરાશે. આ ઉપરાંત કિંમતી ચીજવસ્તુઓની ઉઠાંતરી કરનાર, મોબાઇલ, પોકેટ અન્ય ચીજોની ચીલઝડપને રોકવા માટે પણ પગલા લેવામાં આવ્યા છે. આ વખતે વાહનોની ચોરીને રોકવા માટે વિશેષ ઇરાદા સાથે ૧૧ પાર્કિંગ વિસ્તાર બનાવવામાં આવ્યા છે જ્યાં સીસીટીવી કેમેરા રહેશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadCrime

  બાળકોના રમકડાંમાં નશાના સામાનની ડિલિવરી ધો.૧૦-૧રના છાત્રો મંગાવતા હોવાનો ઘટસ્ફોટ !

  અમેરિકાથી અમદાવાદ આવેલ પાર્સલોમાં…
  Read more
  AhmedabadGujarat

  વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

  રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
  Read more
  Ahmedabad

  અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

  ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળ…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.