Ahmedabad

કાંકરિયા કાર્નિવલના કાર્યક્રમો માણવા સતત ચોથા દિવસે હજારો લોકો ઉમટી પડ્યા

અમદાવાદ, તા.૨૮
અમદાવાદ શહેરમાં સતત ૧૦ મા વર્ષે યોજાઈ રહેલા કાંકરિયા કાર્નિવલના વિવિધ કાર્યક્રમો માણવા શહેરીજનોએ સતત ચોથા દિવસે પણ ઘણી મોટી સંખ્યામા મુલાકાત લઈ અવનવા કાર્યક્રમોની મજા માણી હતી આ સાથે જ સાબરમતી રિવરફ્રંટ ખાતે કબીરના દોહા ઉપર આધારીત કબીર કાફે કાર્યક્રમ યોજાયો હતો એમા પણ શહેરીજનોએ ભારે ઉત્સુકતા દર્શાવી હતી.આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદ શહેરમાં સતત દસમા વર્ષે કાંકરિયા કાર્નિવલનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યુ છે.આ કાર્નિવલમાં ચોથા દિવસે આયોજિત કરવામાં આવેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કે જેમાં પપેટ શો,બાળનગરી શીર્ષક હેઠળ બાળકોને ઉપયોગી જ્ઞાન અને મનોરંજન પુરુ પાડે એવા કાર્યક્રમોને નિહાળવા સવારથી બાળકો તેમના વાલીઓ કે પરિવાર સાથે મુલાકાત લઈ રહ્યા છે આ ઉપરાંત લેક પરિસરમાં અલગ અલગ સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવી રહ્યુ છે આ પ્રકારના કેમ્પમાં પણ સ્વૈચ્છીક રકતદાન માટે મોટી સંખ્યામાં શહેરીજનો રકતદાન કરી રહ્યા છે.કાંકરિયા લેકફ્રંટ ખાતે કાર્નિવલ દરમિયાન બપોરે ૩ થી ૫ કલાક સુધી જાદુગરો દ્વારા જાદુના શો કરવામાં આવી રહ્યા છે તેમાં પણ લોકો કુતુહલવશ જાદુના શો નિહાળવા આવી રહ્યા છે.કાર્નિવલમાં આ વર્ષે ગુજરાત રાજય ટુરીઝમ વિભાગ તરફથી વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનુ પણ આયોજન કરવામા આવ્યુ છે જેમાં અલગ અલગ દિવસોએ અલગ અલગ લોકકળા અને નૃત્યને નિહાળીને આવનારા મુલાકાતીઓ દંગ રહી જાય છે.કાંકરિયા ખાતે આજે ચોથા દિવસે હાસ્ય કલાકારો સુખદેવ ધામેલીયા,ગુણવંત ચુડાસમા,મહેશ શાસ્ત્રી અને હરિસિંહ સોલંકી દ્વારા વિવિધ પ્રકારના જોકસ અને મિમિક્રી દ્વારા હાજર લોકોને મનોરંજન પુરુ પાડવામાં આવ્યુ હતુ.આ સાથે જ શહેરના સાબરમતી રિવરફ્રંટ ખાતે આવેલા ઈવેન્ટ ગ્રાઉન્ડ ખાતે કબીરના દોહા ઉપર આધારીત કબીર કાફેનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.જેમાં કબીરના અનુયાયીઓની સાથે તેમના ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.કાંકરીયા ખાતે રાત્રીના સુમારે હાજર લોકોને રોક બેન્ડ શો જોવાની પણ તક મળતા લોકો ખુશ થઈ ગયા હતા.આ ઉપરાંત કાંકરિયા ખાતે રાત્રીના સમયે દેવાંગ પટેલના દ્વારા પર્ફોર્મન્સ આપવામાં આવ્યું હતુ.લાઈટ શોને પણ લોકો મોટી સંખ્યામાં નિહાળી રહ્યા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.